---Advertisement---

Tv Serials: બાદ ટેલિવિઝનની દુનિયામાં મોટા ફેરફારો થવા જઇ રહ્યા છે, જેના કારણે ઘણી જાણીતી સીરિયલ બંધ થવા જઇ રહ્યા છે

Tv Serials
---Advertisement---

Tv Serials: ફેન્સ માટે માઠા સમાચાર, બંધ થશે 3 ફેમસ ટીવી સીરિયલ, જાણો કઈ કઈ. ટેલિવિઝનની દુનિયામાં મોટા ફેરફારો થવા જઇ રહ્યા છે, જેના કારણે ઘણી જાણીતી સીરિયલ બંધ થવા જઇ રહ્યા છે.  વર્ષોથી  દર્શકોનું મનોરંજન પાડનાર આ પ્રચલિત ટીવી સીરિયલો દર્શકોને અલવિદા કહેવા જઈ રહી છે. આ સીરિયલોની યાદીમાં ‘ગુમ હે કીસી કે પ્યાર મે’ જેવા હિટ સીરિયલથી લઈને ‘મહાદેવ’ જેવા મોટા બજેટના પૌરાણિક સીરિયલ સુધીનો સમાવેશ થાય છે. આ ફેરફારો દર્શકોની બદલાતી પસંદગી અને ટીઆરપીના રમતનું પરિણામ છે.

ગુમ હે કીસી કે પ્યાર મે

સ્ટાર પ્લસની એક જાણીતી ટીવી સીરિયલ  ‘ગુમ હે કીસી કે પ્યાર મે’ 5 વર્ષ પહેલાં, એટલે કે 2020માં શરૂ થઈ હતી. આ સીરિયલે ઘણા વર્ષો સુધી ટીઆરપી લિસ્ટ પર રાજ કર્યો હતો . જણાવી દઈએ કે ભાવિકા શર્મા અને પરમ સિંહ આ શોના લીડ એક્ટર્સ છે, પરંતુ એક સમયે અનુપમાને પણ ટક્કર આપનારી આ  સીરિયલ એટલી ટીઆરપી મેળવી નથી શકતી, અને એટલે જ સ્ટાર પ્લસની આ સીરિયલ બંધ થવા જઇ રહી છે.

લાફ્ટર શેફ્સ 2

કૂકિંગ સાથે કોમેડીનો તડકો લગાવનારો શો ‘લાફ્ટર શેફ્સ 2’ પણ હવે ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ મજેદાર શોને ભારતી સિંહ હોસ્ટ કરે છે. ખરેખર, જુલાઈના અંત સુધીમાં તેનું ગ્રાન્ડ ફિનાલે યોજાવાનું છે, ત્યાર બાદ આ સીઝન પૂર્ણ થઈ જશે.

શિવ શક્તિ – તપ ત્યાગ ઔર તાંડવ 

કલર્સ ટીવીની પૌરાણિક સીરિયલ ‘શિવ શક્તિ – તપ ત્યાગ ઔર તાંડવ’ પણ બંધ થવા જઇ રહી છે. આ સીરિયલમાં ભગવાન શિવ અને શક્તિના સંબંધને સુંદર રીતે દર્શાવવામાં આવી છે અને તેની વાર્તાને દર્શકો દ્વારા ખૂબ પ્રેમ મળી રહ્યો છે.પણ હવે આ સીરિયલ ટૂંક સમયમાં બંધ થવા જઇ રહી છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment