Stock Market Today: જિઓ-પોલિટિકલ તણાવમાં થઈ રહેલા વધારાના પગલે શેરબજાર કડડભૂસ થયા છે. આજે સપ્તાહની શરૂઆતમાં જ સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટી પણ 250થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોની મૂડીમાં બે લાખ કરોડનો ઘટાડો થયો હતો. 10.30 વાગ્યે સેન્સેક્સ 739.16 પોઈન્ટ તૂટી 81669 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 222.80 પોઈન્ટ તૂટી 24890.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
કંપનીની પેટાકંપની, NLC ઇન્ડિયા રિન્યુએબલ્સ, ને તમિલનાડુ ગ્રીન એનર્જી કોર્પોરેશન (TNGECL) તરફથી 250 MW/500 MWh ની કુલ ક્ષમતાવાળા ત્રણ સ્ટેન્ડઅલોન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પ્રોજેક્ટ્સના વિકાસ માટે લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3824 પૈકી 1379 શેર સુધારા તરફી અને 2218 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 161 શેરમાં અપર સર્કિટ, જ્યારે 210 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી ત્રણ સિવાય તમામ 27 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. BEL 2.19 ટકા, ટ્રેન્ટ 0.24 ટકા, અદાણી પોર્ટ્સ 0.12 ટકા સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.
રાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી તેમજ રશિયાના દાવાના કારણે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે, અનેક દેશો ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે, આજે ઈરાનના વિદેશ મંત્રી રશિયાના પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરશે. જેથી યુદ્ધ વધુ ભયાવહ થવાની ભીતિ વચ્ચે શેરબજાર તૂટ્યા છે.
ઈઝરાયલ-ઈરાન સંઘર્ષની અસર રૂપિયા પર જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો આજે નબળાઈ સાથે ખુલ્યો. રૂપિયો આજે 17 પૈસા નબળો ખુલ્યો. રૂપિયો 86.59/ડોલર સામે 86.76/ડોલર પર ખુલ્યો
રેલિગેર બ્રોકિંગ અજિત મિશ્રા કહે છે કે સ્મોલ અને મિડ-કેપ શેરોમાં તાજેતરનો ઘટાડો પ્રોફિટ બુકિંગ અને તીવ્ર વધારા પછી મૂલ્યાંકનમાં વધારાને કારણે છે. ઉપરાંત, ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા અંગેની ચિંતાઓ પણ તેમને અસર કરી રહી છે. આ પરિબળોને કારણે, ફુગાવાની ચિંતા વધી છે. આનાથી બજારનું સેન્ટિમેન્ટ પણ નબળું પડ્યું છે. રોકાણકારોએ લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા સારી ગુણવત્તાવાળા શેરો પર દાવ લગાવવો જોઈએ, જેનું મૂલ્યાંકન સારું હોય. આ સમયે, રોકાણકારોએ વિશ્વસનીય પ્રમોટરો ધરાવતા ગુણવત્તાવાળા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ક્રૂડ ઓઈલના ભાવમાં : ઈરાનની સંસદમાં સ્ટ્રેટ ઓફ હોર્મુજ બંધ કરવા મંજૂરી આપતાં વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2 ટકા ઉછળી 78 પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. WTI ક્રૂડ 1.7 ટકા ઉછળી 75 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યો હતો. અમેરિકાએ ગઈકાલે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યા બાદ વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે. આ હુમલા બાદ ઈરાને વિશ્વને ક્રૂડનો 30થી 40 ટકા પુરવઠો પૂરો પાડતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુજ બંધ કરવા નિર્ણય લીધો છે. જેની માઠી અસર થઈ છે.