Rishabh Pant Record: હેડિંગ્લે ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેનોએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું દિલ જીતી લીધું. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેનોના સંન્યાસ બાદ પોતાની પહેલી મેચ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં પહેલા જ દિવસે પોતાનો જલવો દેખાડી દીધો. મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે અનેક રેકોર્ડ બનાવી લીધા છે. જેમાં રિષભ પંતે પણ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.
રિષભ પંત ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો વાઈસ કેપ્ટન છે અને તે પોતાની બેટિંગથી તેને યોગ્ય સાબિત કરવામાં સફળ રહ્યો છે
રિષભ પંતે ઈનિંગની ધમાકેદાર શરૂઆત કરી હતી અને પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારી દીધો હતો. તેનો આ શોટ જોઈને બેન સ્ટોક પણ હેરાન રહી ગયો હતો
ભારતે ઈંગ્લેન્ડના હોંશ ઉડાવ્યા
દિવસની શરૂઆતમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ ભારતીય ટીમે પ્રથમ 20 ઓવરમાં જ તેને ખોટું સાબિત કરી દીધું કારણ કે ટીમે એક પણ વિકેટ ન ગુમાવી. ત્યારબાદ ઈંગ્લેન્ડને બે સફળતા મળી પરંતુ ગિલ અને યશસ્વીએ સદીની પાર્ટનરશિપ કરીને ભારતની વાપસી કરાવી. યશસ્વી સદી ફટકાર્યા પછી આઉટ થયો પરંતુ ગિલ અટક્યો નહીં અને પંત સાથે મળીને કેપ્ટનશીપ ઈનિંગ્સ રમીને ટીમનો સ્કોર પ્રથમ દિવસે જ 3 વિકેટના નુકસાન પર 359 રન સુધી પહોંચાડી દીધો.
પંતે પૂરા કર્યા 3 હજાર રન
આ ઈનિંગમાં રિષભ પંતે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ટેસ્ટમાં 3 હજાર રન પૂરા કર્યા છે અને સતત આગળ વધી રહ્યો છે.
પંતે રચ્યો ઈતિહાસ
રિષભ પંતે માત્ર 76 ઈનિંગ્સમાં 3 હજાર ટેસ્ટ રન પૂરા કર્યા છે. તે આટલી ઓછી ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન વિકેટકીપર ખેલાડી બની ગયો છે. એમએસ ધોની કે સંગાકારા પણ આ કારનામું નથી કરી શક્યા. પંત પહેલા માત્ર ગિલક્રિસ્ટે વિશ્વ ક્રિકેટમાં 63 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી