Rishabh Pant: લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે બીજી ઇનિંગ્સમાં સદી ફટકારીને ટીકાકારોનું મોઢું બંધ કરી નાખ્યું છે. જણાવી દઈએ કે, પંતે પ્રથમ ઇનિંગ્સમાં પણ સદી ફટકારી હતી
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે લીડ્સ ટેસ્ટમાં ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 134 રનની શાનદાર સદી ફટકાર્યા બાદ, પંતે બીજી ઇનિંગ્સમાં પણ 100 રનનો આંકડો પાર કરીને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે.ઋષભ પંત કોઈપણ ‘સેના’ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર એશિયાનો પ્રથમ વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. ઋષભ પંતની ઇનિંગ્સથી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે.
Rishabh Pant
ઋષભ પંતે પહેલી ઇનિંગ્સમાં 146 બોલમાં સદી ફટકારી હતી. આ સદીની સાથે જ તે વિદેશી ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેનની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. જો કે, સદીના થોડા સમય બાદ તે આઉટ થઈ ગયો હતો. પંતે 140 બોલમાં 118 રન બનાવ્યા હતા, જેમાં તેણે 15 ચોગ્ગા અને 3 છગ્ગાની રમઝટ બોલાવી હતી.
આ ઇનિંગ્સથી રિષભ પંતે ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. તે એક ટેસ્ટમાં બે સદી ફટકારનાર વિશ્વનો ફ્કતને ફક્ત બીજો વિકેટકીપર બેટ્સમેન બન્યો છે.
આની પહેલા આ સિદ્ધિ 2001માં જોવા મળી હતી, જ્યારે એન્ડી ફ્લાવરે દક્ષિણ આફ્રિકા સામે બંને ઇનિંગ્સમાં 100 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે, પંત એક ટેસ્ટમાં બે સદી ફટકારનાર ભારતનો માત્ર 5મો બેટ્સમેન છે.
લીડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા દ્વારા અત્યાર સુધીમાં 5 સદી ફટકારવામાં આવી છે. પંતની બે સદી ઉપરાંત, યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલે પણ સદી ફટકારી છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું કે, જ્યારે ટીમ ઈન્ડિયા દ્વારા એક ટેસ્ટ મેચમાં 5 સદી ફટકારવામાં આવી હોય.