RMC Recruitment 2025 : રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા વર્ષ 2025 માટે એડવર્ટાઇઝમેન્ટ નોટિફિકેશન હેઠળ ઉચ્ચ સ્તરીય ઇજનેરી પદોની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ), સિટી એન્જિનિયર (સ્પેશિયલ) અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ) ના પદો માટે અત્યંત અનુભવી અને લાયક ઉમેદવારો માટે છે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025
સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા (RMC) |
પોસ્ટનું નામ | એડિશનલ સિટી એન્જિનિયર, સિટી એન્જિનિયર (સ્પેશિયલ), એક્ઝિક્યુટિવ એન્જિનિયર |
કુલ જગ્યા | 06 |
નોકરી સ્થાન | રાજકોટ |
અરજી શરૂ કરવાની તારીખ | 16 જુલાઈ 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 જુલાઈ 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹67,700 – ₹2,08,700 |
સત્તાવાર વેબસાઇટ | www.rmc.gov.in |
શૈક્ષણિક લાયકાત:
એડિશનલ સિટી એન્જિનિયર (સિવિલ/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ)
- સિવિલ / મિકેનિકલ / ઇલેક્ટ્રિકલ માં B.E. અથવા ચાર્ટર્ડ એન્જિનિયર
- સંબંધિત ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 7-12 વર્ષનો અનુભવ.
- મ્યુનિસિપલ ક્ષેત્રના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
સિટી એન્જિનિયર (સ્પેશિયલ)
- B.E. સિવિલ / ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર
- ઓછામાં ઓછો 12 વર્ષનો અનુભવ; જેમાં મ્યુનિસિપલ સેવામાં ઓછામાં ઓછા 7 વર્ષનો અનુભવ.
એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ)
- ફર્સ્ટ ક્લાસ B.E. સિવિલ અથવા ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર
- ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે 5 વર્ષનો અનુભવ અથવા આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે 7 વર્ષનો અનુભવ.
- વિદેશી ડિગ્રી, ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ એન્જિનિયરિંગનું જ્ઞાન જેવી વધારાની લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
ઉંમર મર્યાદા:
વર્ગ | ઉંમર મર્યાદા |
ઓછામાં ઓછી | 21 વર્ષ |
વધુમાં વધુ | 45 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
કેટેગરી | ફી |
જનરલ (બિન-અનામત) | ₹500/- |
અનામત કેટેગરી | ₹250/- |
ચુકવણીનો મોડ: માત્ર ઓનલાઈન / નેટ બેંકિંગ. ચુકવણી પછી કોઈ રિફંડ કરવામાં આવશે નહીં.
પગાર ધોરણ
7મા પગાર પંચ મેટ્રિક્સ લેવલ-11 મુજબ:
₹67,700 – ₹2,08,700/- પ્રતિ માસ
પસંદગી પ્રક્રિયા
- શૈક્ષણિક લાયકાત, અનુભવ અને પાત્રતાના આધારે શોર્ટલિસ્ટિંગ.
- દસ્તાવેજ ચકાસણી / ઇન્ટરવ્યુ.
અરજી:
- RMC ની સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in ની મુલાકાત લો.
- “Recruitment” (ભરતી) વિભાગ પર જાઓ.
- રજીસ્ટર કરો અને સચોટ વિગતો સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- માત્ર ઓનલાઈન મોડ દ્વારા અરજી ફી ભરો.
- તમારો એપ્લિકેશન નંબર અને ટ્રાન્ઝેક્શન ID સાચવી રાખો.
- ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
લિંક:
વેબસાઈટ | www.rmc.gov.in |