---Advertisement---

ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો, આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast Update
---Advertisement---

Gujarat Rain Forecast Update: આજે બુધવારના દિવસ માટે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.જરાતમાં વરસાદી મોસમ જામેલી છે. જોકે, મંગળવારના દિવસે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી હતી. ગુજરાતના 70 કરતા પણ ઓછા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આજે બુધવારના દિવસ માટે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. જ્યારે આગામી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીમાં જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે, તો ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આજે મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર હાલ રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે.જેને પગલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અને આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે

હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલની આગાહી અનુસાર આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને સૌથી મોટી આગાહી લઇને કરી છે . અંબાલાલનો દાવો છે કે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જોકે મેઘરાજાનો બીજો રાઉન્ડ એક સપ્તાહ સુધી રહે તેવી શક્યતા છે. 18 જુલાઇ સુધી ઉઘાડ નીકળવાની શક્યતાઓ પણ નહીંવત હોવાનો દાવો છે. જ્યારે 26 જુલાઇથી 30 જુલાઇ વચ્ચે નવી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment