સરદાર સરોવર ડેમમાં પાણીની આવક: ગુજરાતમાં આ વખતે ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાણીની પણ સારી એવી આવક થઈ રહી છે. સારા વરસાદના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. આ સિવાય ઉપરવાસમાં 68,786 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતા RBPH ના 3 અને CHPHનું 1 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સારા વરસાદના કારણે નર્મદા નદીના સરદાર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સારી એવી આવક થઈ છે. હાલ, ઉપરવાસમાં પાણીની 68786 ક્યુકેસ નોંધાઈ છે. નર્મદા ડેમની સપાટી પણ 121.40 મીટરે પહોંચી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં 55 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
નોંધનીય છે કે, રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા સામે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37% પાણી ભરાયેલું છે. કુલ 206 ડેમો પૈકી, 26 ડેમો 100% ભરાયેલા છે, જ્યારે 58 ડેમો 70% થી 100% વચ્ચે ભરાયેલા છે. 40 ડેમો 50% થી 70% વચ્ચે ભરાયા છે, અને 42 ડેમો 25% થી 50% વચ્ચે ભરાયેલા છે. હાલમાં 40 ડેમો 25% થી નીચે ભરાયેલા છે. રાજ્યના 40 ડેમો હાઇ એલર્ટ પર છે, 24 ડેમો એલર્ટ મોડ પર છે, અને 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે.
રાજ્યના અન્ય મુખ્ય ડેમની હાલત
સરકાર અને વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલ તાજા આંકડા મુજબ રાજ્યના મોટા ભાગના ડેમોમાં પાણીનું સ્તર સારો છે:
✅ ઉકાઈ ડેમ: રાજ્યનો બીજો સૌથી મોટો ડેમ ઉકાઈ હાલમાં અંદાજે 62% ભરાયો છે. દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદને કારણે તાપી નદીમાં પણ સારી આવક થઈ રહી છે.
✅ ધરોઈ ડેમ: ઉત્તર ગુજરાત માટે મહત્વપૂર્ણ ધરોઈ ડેમ લગભગ 48% ભરાયો છે. અરસપરસ વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી આગામી દિવસોમાં તેમાં પણ પાણીની આવક વધવાની શક્યતા છે.
✅ કદાણા ડેમ: મધ્ય ગુજરાતનો કદાણા ડેમ હાલ 70% જેટલો ભરાયેલો છે. મેઘરાજાની મહેર કરી રહ્યાં હોવાથી કાદાણા ડેમ ખેડૂતો માટે આશાનું કિરણ બની રહ્યો છે.
✅ વરસાદની આગાહી: હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ નર્મદા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદ થવાની શક્યતા છે. જેના લીધે હજુ ડેમોમાં પાણી ભરાવાની સંભાવના છે.