Rain Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે. આ સિસ્ટમ વરસાદ લાવશે. અંબાલાલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. જુલાઈ 16 સુધી ચોમાસું સારું રહેશે. જોકે, જુલાઈ 17 અને 18 ના રોજ ચોમાસાનું જોર ઘટી શકે છે. જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે ફરી વરસાદની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર, જુલાઈ 12 સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વહન બનતું હોવાનું અને મોન્સૂન ટ્રફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેમ જણાવ્યું છે. જુલાઈ 12 સુધીમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુસાર, 22 થી 30 જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેને લઈ 2 થી 10 ઈંચ જેટલો વરસાદ વરસશે. નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. 9 થી 15 જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો દાવો છે કે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે. 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. જ્યારે 24થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
આજે રાજ્યના 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, વડોદરા અને ભરૂચમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં આ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેના પગલે ખેતીની પાકને લાભ થશે.
12 જુલાઈ: મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ‘યલો એલર્ટ’ છે.
13 જુલાઈ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં ‘યલો એલર્ટ’ રહેશે.
14 જુલાઈ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ‘યલો એલર્ટ’ ની આગાહી છે.
15 જુલાઈ: બનાસકાંઠા અને સાબરકાંઠામાં ‘યલો એલર્ટ’ રહેશે.