---Advertisement---

Railway New Ticket Prices: ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો,પહેલી જુલાઈથી થશે લાગુ.જાણો કેટલી મોંઘી બની રેલવેની મુસાફરી

ટ્રેનના ભાડામાં વધારો
---Advertisement---

Railway New Ticket Prices: મુસાફરોને આંચકો આપતા ભારતીય રેલવેએ 1 જુલાઈ, 2025થી એસી અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય વધતા ખર્ચ, ઇંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. તેમજ રાહતના સમાચાર એ છે કે આ ભાવ વધારો અમુક કેટેગરીમાં જ કરવામાં આવ્યો છે. 

રેલવેએ ટ્રેન ટિકિટના ભાવમાં થોડો વધારો જાહેર કર્યો છે. મળતી માહિતી મુજબ, નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં ભાડામાં હવે પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે, જ્યારે એસી ક્લાસમાં આ વધારો 2 પૈસા પ્રતિ કિલોમીટર થશે. આ વધારો નાનો લાગે છે, પરંતુ તેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોના ખિસ્સા પર થોડી અસર પડી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફર મુંબઈથી દિલ્હી (1400 કિમી) નોન-એસી ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, તો તેણે 14 રૂપિયા વધુ ચૂકવવા પડશે, જ્યારે એસી ક્લાસમાં આ વધારો 28 રૂપિયા થશે.

આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેન (નોન-એસી)માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસો વધુ ચૂકવવા પડશે. તેમજ એસી ક્લાસ ટિકિટમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી ટ્રેનના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે. તેમજ પાસના રેટમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી

અગાઉ રેલવેએ રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે, જેમાં અગાઉ નિયમ હતો કે જો તમે ટ્રેન ટિકિટ અગાઉ બુક કરાવો છો, તો તમને તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ ખબર પડી જતી હતી કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે આ નિયમમાં ફેરફાર કર્યો છે, જેના કારણે હવે કન્ફર્મ સીટ સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા જ જાહેર કરવામાં આવશે. ટિકિટ બુકિંગની આ નવી સિસ્ટમની ટ્રાયલ 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ શરુ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી જ મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી. 

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment