Russia Earthquack News: રશિયાના કામચટકામાં વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 8.7 મપાઈ હતી. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) ના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર દરિયામાં હતું. જેના બાદથી જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું.
રશિયાના દૂરદરાજના પૂર્વ વિસ્તારમાં આવેલું કામચટકા (Kamchatka Peninsula) ફરી એકવાર પ્રકૃતિના કહેરનો સાક્ષી બન્યું છે. 29 જુલાઈ, 2025ના રોજ અહીં 8.7ની તીવ્રતાવાળું ભયંકર ભૂકંપ નોંધાયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ભૂકંપ એટલું શક્તિશાળી છે કે દરિયામાં મોટા મોજા ઊભા થઈ રહ્યા છે, જેના કારણે આસપાસના દરિયાકાંઠે સુનામીની શક્યતા વધી ગઈ છે.આ ભૂકંપ કામચટકા પેનિન્સુલાના દરિયાકાંઠા વિસ્તારમાં સવારે વહેલી વહેલી કલાકે આવ્યો હતો. જમીન કરતાં 20 કિલોમીટર ઊંડે કેન્દ્રબિંદુ હોવાને કારણે સ્પંદનો ખૂબ જ શક્તિશાળી રહ્યા.
સૂત્રોની જાણકારી પ્રમાણે ભૂકંપ બુધવારે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ આવ્યો હતો. જેની પ્રારંભિક તીવ્રતા 8.0 નોંધાઈ હતી. જોકે, અમેરિકન ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS)એ આ ભૂકંપની તીવ્રતા 8.7 હોવાનો અંદાજ લગાડવામાં આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તે જાપાનના હોક્કાઈડો ટાપુથી લગભગ 250 કિલોમીટર દૂર સમુદ્રમાં આવ્યો હતો. આ ભૂંકપની અસર જાપાન અને રશિયા બંને દેશમાં નોંધાઈ હતી.
કામચટકાના સ્થાનિક નાગરિકોએ મિડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ભૂકંપનો જોરદાર ધક્કો લગભગ 40 સેકન્ડ સુધી અનુભવાયો હતો. અનેક ઈમારતોમાં ભાંગફોડ થઈ છે, વીજળી અને ઈન્ટરનેટ સેવાઓમાં ખલેલ પડી છે.
આ વિસ્તારમાં હજી હિમયુગ જેવા જ્વાળામુખીઓ પણ સક્રિય છે, તેથી ભૂકંપ પછી અશાંત જ્વાળામુખી ફાટી નીકળવાની પણ ભયંકર સંભાવનાઓ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
કામચટકા પૂર્વ રશિયાનો જ્વાળામુખી અને ભૂકંપપ્રવણ વિસ્તાર માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તાર Pacific Ring of Fireનો ભાગ છે — જ્યાં પૃથ્વીની ટેકટોનિક પ્લેટો સતત ખસે છે.
અમેરિકા-જાપાન સુધી એલર્ટ
રશિયાના દરિયાકાંઠા તેમજ અમેરિકાના જાપાન અને કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વિનાશ થઈ શકે છે. દરિયા કિનારે સુધી દરિયાઈ મોજા પહોંચી ગયા છે.
ક્યાં છે કામચટકા
રશિયાના કામચટકામાં આવેલા ભૂકંપને 1952 પછીનો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે. કામચાટકા એ રશિયાનો એક ટાપુ છે, જે રશિયાના દૂર પૂર્વીય ભાગમાં સ્થિત છે. તે સાઈબેરિયાના પૂર્વ કિનારે પ્રશાંત મહાસાગરના કિનારે આવેલું છે. ભૌગોલિક રીતે તે રશિયાની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે અને ઉત્તરમાં બેરિંગ સમુદ્ર, દક્ષિણમાં જાપાન અને પૂર્વમાં પ્રશાંત મહાસાગરથી ઘેરાયેલું છે.