Krrish 4: બોલિવૂડ અભિનેતા હૃતિક રોશનની મોસ્ટ અવેટેડ સુપરહીરો ડ્રામા ક્રિશ 4 ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં પ્રિયંકા ચોપરાની ફિલ્મમાં વાપસીએ ચાહકોને ખુશ કરી દીધા છે, પરંતુ હવે ફિલ્મને લઈને વધુ એક મોટી અપડેટ આવી છે. પ્રીટિ ઝિન્ટા અને અભિનેત્રી રેખા પણ ક્રિશ 4 માં વાપસી કરી રહ્યા હોવાના અહેવાલ છે.
આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં હૃતિક રોશન ટ્રિપલ રોલ ભજવવા જઈ રહ્યો છે. સુત્રો અનુસાર એવું પ્લાનિંગ છે કે ક્રિશને અલગ અલગ ટાઈમલાઈનમાં બતાવવામાં આવશે. ભૂતકાળ અને ભવિષ્ય પ્રમાણે સ્ટોરી આગળ વધારવામાં આવશે. તેમજ VFX અને નિર્માણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને, ફિલ્મ ફેમિલી ઈમોશન અને સંબંધો પર પણ આધારિત હશે.
ક્રિશ 4 માટે પ્રી-પ્રોડક્શન કાર્ય YRF સ્ટુડિયોમાં ચાલી રહ્યું છે, જેમાં એક VFX ટીમ ફિલ્મના પ્રી-વિઝ્યુલાઇઝેશન પર કામ કરી રહી છે. સ્ક્રિપ્ટ સુધારવા માટે હૃતિક તેના લેખકોની ટીમ અને આદિત્ય ચોપરા સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મ 2026ના પહેલા ક્વાર્ટરમાં રિલીઝ થવાની અપેક્ષા છે. ક્રિશ 4 માં ‘કોઈ મિલ ગયા’નો ‘જાદુ’ પણ પાછો આવશે. અગાઉ, એવી અફવાઓ હતી કે ચીની ગાયક અને રેપર જેક્સન વાંગ ક્રિશ 4 નો ભાગ હશે.
28 માર્ચે રાકેશ રોશને જણાવ્યું હતું કે, ‘ડુગ્ગુ, 25 વર્ષ પહેલા મેં તને એક એક્ટર તરીકે લોન્ચ કર્યો હતો અને આજે 25 વર્ષ પછી તને ફરીથી બે ફિલ્મ નિર્માતાઓ આદિત્ય ચોપરા અને હું અમારી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ક્રિશ 4 માં તને ડિરેક્ટર તરીકે લોન્ચ કરી રહ્યા છીએ.’
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૃતિક રોશન અને આદિત્ય ચોપરાએ ‘ક્રિશ 4’ માં મુખ્ય ભૂમિકા માટે પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ ‘ક્રિશ’ના અગાઉના બે ભાગોમાં, હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા વચ્ચેની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સફર ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’ ના પાત્રોની આસપાસ ફરશે. આવી સ્થિતિમાં, ‘ક્રિશ 4’ માં પ્રિયંકા ચોપરાનું પુનરાગમન કન્ફર્મ થઈ ગયું છે અને તે પ્રિયાના પાત્રમાં જોવા મળશે.