---Advertisement---

IND vs ENG TEST 2025:  લીડ્સ ટેસ્ટમાં કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની સદીઓને કારણે ભારત મજબૂત સ્થિતિમાં

IND vs ENG TEST 2025
---Advertisement---

IND vs ENG TEST 2025: ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે ત્રણ વિકેટ પર 359 રન બનાવ્યા છે. પહેલા દિવસે ભારતીય બેટરોનું ધમાકેદાર બેટ્સમેન જોવા મળ્યું છે. પહેલા બેટર યશસ્વી જયસ્વાલે પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી સદી ફટકારી. પછી કેપ્ટન શુભમન ગિલે પણ સદી ફટકારી છે. શુભમન ગિલે 14 ફોર અને એક સિક્સરની મદદથી 140 બોલ પર સદી પૂર્ણ કરી. શુભમનના ટેસ્ટ કરિયરની આ છઠ્ઠી સદી રહી.

જણાવી દઈએ કે, ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો આ પહેલો મુકાબલો છે. તેવામાં તેમની આ સદી યાદગાર રહેશે. શુભમન પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની નિવૃત્તને લઈને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. શુભમને સદી ફટકારીીને હાલ તેમની કમી પૂર્ણ કરી દીધી છે.

શુભમન ગિલે પહેલીવાર ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. શુભમને આ પહેલા ઈંગ્લેન્ડની ધરતી પર માત્ર એક ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 17 અને 4 રન બનાવ્યા હતા. જોવામાં આવે તો શુભમનની SENA (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં આ પહેલી ટેસ્ટ સદી રહી.

શુભમન ગિલ એવા ચોથા ભારતીય કેપ્ટન છે, જેમણે કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ ટેસ્ટ ઈનિંગમાં સદી ફટકારી છે. શુભમન પહેલા વિજય હજારે, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલી જ આવી કરી શક્યા હતા. શુભમન ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી ઈનિંગમાં સદી ફટકારનારા 23માં ખેલાડી છે. સાથે જ તેઓ હર્બી ટેલર, એલિસ્ટેયર કુક અને સ્ટીવન સ્મિથ બાદ ચૌથી સૌથી યુવા કેપ્ટન પણ છે.

શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી 153 બોલમાં 100 રન ફટાકર્યા છે. જેમાં 1 સિક્સર અને 16 ફોર સામેલ છે. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ 5મી સદી રહી છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ જયસ્વાલની આ છઠ્ઠી મેચ છે.

યશસ્વી જયસ્વાલે આ સદીની સાથે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધી છે. આ લીડ્સ મેદાન પર સદી લગાવનારા ભારતના પહેલા ઓપનર બની ગયા છે. આ અગાઉ કોઈપણ ભારતીય ઓપનર આ કારનામું નથી કરી શક્યો. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ માત્ર 20મી મેચ જ છે અને તેઓ અત્યાર સુધી 5 સદી ફટકારી ચૂક્યા છે. જેમાં 3 સદી તેમણે ભારતની બહાર લગાવી છે

વિકેટ પડ્યા બાદ, ગિલે પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા વિકેટકીપર બેટ્સમેન અને ઉપ-કેપ્ટન ઋષભ પંત સાથે 138 રનની અણનમ ભાગીદારી કરી. શુભમન ગિલ 175 બોલમાં એક છગ્ગો અને 16 ચોગ્ગાની મદદથી 127 રન બનાવી રહ્યો છે અને પંત 102 બોલમાં બે છગ્ગો અને છ ચોગ્ગાની મદદથી 65 રન બનાવી રહ્યો છે. ગિલ કેપ્ટન બનતાની સાથે જ પોતાની પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર 23મો ખેલાડી બન્યો છે.

ટોસ જીત્યા પછી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સનો બોલિંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત થયો છે. જોકે, તે બોલર તરીકે સફળ રહ્યો છે અને ત્રણમાંથી બે વિકેટ લીધી છે. પરંતુ, અન્ય બોલરો બિનઅસરકારક રહ્યા છે. બ્રાઇડન કાર્સને એક વિકેટ મળી.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment