IND vs ENG 2nd Test Match: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય સુકાની શુભમન ગીલે ઈતિહાસ રચ્યો છે. તેણે મેચના બીજા દિવસે 200 રન નોંધાવ્યા છે. તેણે 21 ફોર અને બે સિક્સની મદદથી 311 બોલમાં 200 રન નોંધાવ્યા છે. ગિલે મેચના પ્રથમ દિવસે જ સદી ફટકારી હતી, ત્યારે હવે તેણે બેવડી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. જ્યારે શુભમન ગીલે 200 રન નોંધાવ્યા ત્યારે ભારતનો સ્કરો છ વિકેટે 472 રન હતો. આ પહેલા ઓપનિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલે 87 રન, કે.એલ.રાહુલે બે રન, કરુણ નાયરે 31 રન, રિષભ પંતે 25 રન, નિતિશ કુમાર રેડ્ડીએ 1 રન, રવિન્દ્ર જાડેજાએ 89 રન નોંધાવ્યા હતા.
શુભમન ગિલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકાર પહેલો ભારતીય સુકાની બન્યો છે. આ પહેલા પ્રથમ ટેસ્ટમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો. પ્રથમ દિવસની રમતમાં ગિલે સદી ફટકારી હતી. તેણે 199 બોલમાં 11 ફોરની મદદથી સદી ફટકારી પોતાના ટેસ્ટ કેરિયરની સાતમી સદી ફટકારી હતી. તેણે સતત બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. પ્રથમ ટેસ્ટમાં પણ ગિલે 227 બોલમાં 19 ફોર અને એક સિક્સની મદદથી 147 રન નોંધાવ્યા હતા.
રવિન્દ્ર જાડેજાની ફિફ્ટી, ગીલ-જાડેજા વચ્ચે 203 રનની ભાગીદારી
બીજા દિવસની રમતમાં ભારતીય ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજા પણ છવાયો હતો. તેણે 137 બોલમાં 10 ફોર અને એક સિક્સ સાથે 89 રન નોંધાવ્યા હતા. શુભમન ગીલ અને જાડેજા વચ્ચે 203 રન ભાગીદારી નોંધાઈ હતી.
ગિલે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો
વર્ષ 2002માં ઓવરમાં રમાયેલી મેચમાં રાહુલ દ્રવિડે 217 રન નોંધાવ્યા હતા. ત્યારે ગિલે દ્રવિડેને રેકોર્ડ તોડ્યો છે. આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધીમાં ગિલ 222 રન પહોંચી ગયો છે. અત્યાર સુધી દ્રવિડ અને ગિલ સિવાય કોઈપણ ભારતીય ખેલાડી ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી નોંધાવી શક્યું નથી.
ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે બેવડી સદી
- 7- વિરાટ કોહલી
- 1- મન્સૂર અલી ખાન પટૌડી, સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, એમએસ ધોની, શુભમન ગિલ
કેપ્ટન તરીકે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય (ટેસ્ટ)
- 23 વર્ષ અને 39 દિવસ – મન્સૂર અલી ખાન પટૌડી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, દિલ્હી, 1964
- 25 વર્ષ અને 298 દિવસ – શુભમન ગિલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, એજબેસ્ટન, 2025
- 26 વર્ષ અને 189 દિવસ – સચિન તેંડુલકર વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 1999
- 27 વર્ષ અને 260 દિવસ – વિરાટ કોહલી વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, નોર્થ સાઉન્ડ, 2016