---Advertisement---

આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાણો ક્યાં વરસાદ અને અમદાવાદમાં કેવું રહેશે હવામાન

ગુજરાત વરસાદ આગાહી
---Advertisement---

ગુજરાતમાં ચોમાસું આગળ ધપી રહ્યું છે સાથે સાથે વરસાદ પણ વત્તાઓછા પ્રમાણમાં પડી રહ્યો છે. બે દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજા ફરી નરમ પડ્યા છે. મંગળવારે દિવસ દરમિયાન 60 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદની માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે બુધવાર માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે અમદવાદામાં હળવાથી મધ્યમ

અમદાવાદમાં કેવું રહેશે આજે હવામાન?

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આજે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સવારે શહેરના કેટલાક વિસ્તારમાં ઓછો વરસાદ અને દપોર પછી મધ્યમ ઝાપટાં પડવાની શક્યતા છે.

  • સવાર: 29°C આસપાસ તાપમાન, વાદળછાયું વાતાવરણ, હળવો પવન.
  • બપોર: તાપમાન 32°C થી 34°C સુધી પહોંચે તેવી શકયતા. કડકડતા ઉકાપ વચ્ચે વરસાદી ઝાપટાંનું યોગદાન તાજગી આપશે.
  • સાંજ: સાંજે વાદળછાયા સાથે વધુ વરસાદી ઝાપટાં પડી શકે છે. પવનની ઝડપ 15-20 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
  • રાત: તાપમાન ફરી ઘટીને 27°C સુધી જઈ શકે છે અને હળવા ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.

શહેરમાં વાહનચાલકોને સલાહ આપવામાં આવે છે કે વરસાદ દરમિયાન ટ્રાફિક જામ અને પાણી ભરાવાથી બચવા માટે આગોતરા આયોજન કરી રાખે. ખાસ કરીને ઓફીસ ટાઈમમાં ભારે ટ્રાફિક રહેવાની શકયતા છે.

કયા જિલ્લાઓમાં છે ભારે વરસાદની શક્યતા?
હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદ પડવાની શકયતા છે. ખાસ કરીને આ 15 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ શેવી છે. હવામાન વિભાગ પ્રમાણે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.

ગુજરાતમાં તો ફરી એક વખત વિરામ બાદ નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારથી શરૂ થયેલા વરસાદે છાપરા રોડ, આશાપુરી મંદિર અને હોસ્પિટલ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાવ્યા. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા નાગરિકોની અવરજવમાં ભારે હાલાકી નોંધાઈ. શહેરના નીચાણવાળા વિસ્તારો અને રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી પસાર થયા. સ્થાનિકો મનપાની ખોટી પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા.

વડોદોરાના ડભોઇ શહેર અને તાલુકામાં મેઘરાજાએ ધોધમાર રીતે વરસાદ વરસાવ્યો છે. નવીનગરી, જનતાનગર, આંબાવાડી જેવા વિસ્તારો પાણીથી પલળી ગયા છે. કાયાવરણ, મંડાળા અને સુલતાનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની આગમનથી વાતાવરણ ભીંજાઈ ગયું. લાગે છે કે મેઘરાજા હવે રૂઠ્યા બાદ માની ગયા હોય તેમ લાગી રહ્યું છે. નદી-નાળાઓમાં પાણીના પ્રવાહ શરૂ થતાં ગ્રામજનોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો.

જુનાગઢમાં વરસાદની મોસમમાં ગિરનારનું સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓ માટે કુદરતની મજા સજા બની ગઈ હતી. બે દિવસ પહેલા જટાશંકર મંદિર નજીક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં કેટલાક પ્રવાસીઓ ફસાયા હતા…પ્રવાસીઓ જટાશંકર મંદિરમાં દર્શન કર્યા બાદ ઝરણા નજીક કુદરતી સૌંદર્ય માણતા હતા એ દરમિયાન અચાનક ઝરણાનો ધસમસતો પ્રવાહ આવતા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી અને પ્રવાસીઓએ એકબીજાની મદદથી અને લાકડાની સહાયથી ઝરણું પાર કરીને સલામત બહાર નીકળ્યા હતા. આ ઘટના દર્શાવે છે કે વરસાદની ઋતુમાં કુદરતી સ્થળોની મુલાકાત લેતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment