---Advertisement---

GUJARAT WEATHER: આજે રાજ્યમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

GUJARAT WEATHER
---Advertisement---

GUJARAT WEATHER: રાજ્યમાં એક તરફ ગરમી વધી તો બીજી બાજુ વરસાદની પણ આગાહી કરી છે રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડીગ્રી પાર છે

GUJARAT WEATHER

ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી સાત દિવસસુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્રારા રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં 31 મેથી 6જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ આર્ટીકલમાં જાણો ક્યાં જિલ્લાઓમાં ક્યાં દિવસે વરસાદની પડી શકે છે

ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદ બંને પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં એક તરફ ગરમી વધી તો બીજી તરફ વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર થયું છે. બીજી તરફ રાજ્યા મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

ઉનાળામાં હવામાન વિભાગ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાગની આગાહી કરી છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સેમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

આ પણ ખાસ વાંચો : કોલર નેમ એનાઉન્સર 2025: આ એપ કોલરનું નામ બોલશે, બસ આ સેટિંગ કરો.

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર ગયું છે. રાજ્યમાં 33 ડિગ્રીથી લઈને 42.1 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે દ્વારકામાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દેશમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. ચોમાસું હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેથી આગામી એક કે બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થતાંની સાથે જ ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.

હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થઈ રહેલો વરસાદ પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિનો ભાગ છે. આ પૂર્વ-ચોમાસાના વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં, વાતાવરણ ધીમે-ધીમે ખુલશે અને સૂર્ય ઉગવાની સાથે તાપમાન પણ વધશે. તેથી આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડશે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment