---Advertisement---

Gujarat Weather Forecast: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં 15 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Weather
---Advertisement---

Gujarat Weather Forecast: ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહલો છે, તો કેટલીક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.

દેશમાં ઉત્તર અને પશ્ચિમ રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે, જ્યારે બીજી તરફ દક્ષિણમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદને પગલે 20 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું. રાજસ્થાનના ગંગાનગરમાં તાપમાન 47.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજ્યના સાત શહેરો એવા છે કે, જ્યાં સરેરાશ તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં પણ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ છે, તો કેટલીક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, 10, 11 અને 12મી જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

15મી તારીખે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

14મી તારીખે ઉત્તર ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થશે. આ તારીખે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે

13મી તારીખથી ફરી વરસાદનું જોર વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment