---Advertisement---

Gujarat Weather Forecast:  ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં ક્યું એલર્ટ અપાયું

Gujarat Weather Forecast
---Advertisement---

Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદીની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાથી મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, સોમવારે પણ મેઘરાજાની મહેરબાની રાજ્યભરમાં જોવા મળી હતી. ગઈકાલે સવારના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 24 કલાકમાં સુરતમાં 13 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિત જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે તાપી જિલ્લાના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. આજે બપોરે 1 વાગ્યા સુધી સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સોમવારે (23 જૂન) સુરતમાં અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. સુરત જિલ્લામાં સાડા નવ ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. રસ્તા ઉપર પણ ભારી ભરાઈ જવાના કારણે અનેક વાહનો બંધ થઈ ગયા હતા. આ સિવાય કામરેજમાં પણ સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીની શેત્રુંજી-સાતલડી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલના વરસાદને લઈને દક્ષિણ ગુજરાતનું તાપી અને સુરત હજુય જળમગ્ન સ્થિતિમાં છે. તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે તાપી જિલ્લાની સ્થાનિક નદીઓ બે કાંઠે થઈ છે. આ સિવાય તમામ ધોધ પણ વહેતા થયા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 25 જૂન સુધી રાજ્યનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને ઉતર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

વડોદરા અને મહીસાગર વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લીમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વરસાદ સાથેની આગાહી કરવામાં આવી છે. 26 જૂનથી જૂલાઇની શરૂઆત સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment