Gujarat Today Weather: ગુજરાતમં અત્યારે ઉનાળો અને ચોમાસા જેવો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમી અને સાંજ પડે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા છે. આ સાથે જ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ યથાવત રહેશે.
આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.તેમજ હવામાન વિભાગે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી 6 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્ચતા છે. હવામાન વિભાગની માનીએ તો, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા છે.. સાથે જ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની વકી છે. આપને જણાવી દઇએ કે, અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ યથાવત રહેશે.
ગુજરાતમાં મહત્તમ તાપમાન ફરી 41 ડિગ્રી પાર થયું
ગુજરાતમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચેના સમયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે ગરમી અને સાંજ પડે ઠંડા પવનો ફૂંકાય છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે. રાજ્યમાં 32.5 ડિગ્રીથી લઈને 41.1 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વારકામાં 32.5 ડિગ્રી ગરમી નોંધાઈ હતી
અમદાવાદમાં ગરમીમાં સામાન્ય ઘટાડો
રાજ્યમાં એક તરફ ગરમી તો બીજી તરફ વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. બુધવારના દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.