---Advertisement---

Gujarat Rain: આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે મેઘમહેર થશે! ગાંધીનગર સહિત 23 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Rain
---Advertisement---

Gujarat Rain: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાત પણ વરસાદનું જોર વધ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ તો સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુરુવારે (26 જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

 દેશભરમાં સારા વરસાદનું વાતાવરણ છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે. આના કારણે બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે. . ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની એલર્ટની ચેતવણી જાહેર કરી છે

રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 

30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment