---Advertisement---

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં વરસાદના આંકડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો

Gujarat Rain
---Advertisement---

Gujarat Rain: ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ નબળી પડી હોય એમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો થયો છે. રાજ્યમાં વરસાદ માત્ર બે ઈંચ સુધી સિમિત રહ્યો છે. બીજી તરફ વરસાદ પડવાનો વિસ્તાર પણ ઘટ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં વરસાદના આંકડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ માત્ર બે તાલુકામાં જ નોંધાયો છે. એ પણ માત્ર 2.13 ઈંચ સુધી જ રહ્યો છે

ગુજરાતમાં 92 પૈકી 90 તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 10 જુલાઈથી સવારે 6 વાગ્યાથી લઈને 11 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયમાં રાજ્યમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 90 તાલુકા એવા છે જેમાં પુરો એક ઈંચ પણ વરસાદ પડ્યો નથી.

 હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં વરસાદનું જોર વધશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, દમણ અને દાદરાનગર અને હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જયારે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વરસાદની નવી સિસ્ટમ આવવાને કારણે 12મી તારીખમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાની રાખવાની જરૂર છે.

માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. જયારે 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment