---Advertisement---

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ભરતી 2025 સંપૂર્ણ માહિતી

GMRCભરતી
---Advertisement---

GMRCભરતી: ગુજરાતમાં અત્યારે સરકારી વિભાગો સહિત ખાનગી કંપનીઓમાં પણ ભરતીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિવિધ મેનેજરથી લઈને સુપરવાઈઝર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કુલ 38 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત વિવિધ મેનેજરથી લઈને સુપરવાઈઝર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગુજરાત રાજ્યના યુવાનો માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મોટી તક મળી રહી છે. GMRC એ અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના વિકાસ, ઓપરેશન અને મેન્ટેનન્સ માટે જવાબદાર એક વિશિષ્ટ સંસ્થા છે.

આ વર્ષે GMRC એ વિવિધ એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ પદો માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી કરાર આધારિત અથવા ડિપ્યુટેશન આધારિત હશે અને પસંદ થયેલા ઉમેદવારોને 3 થી 5 વર્ષ માટે કામ કરવાની તક મળશે. જો ઉમેદવારોની કામગીરી સંતોષજનક હશે તો સમયગાળો લંબાવવાની શક્યતા પણ રહેશે.

ગુજરાત મેટ્રો ભરતી

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટવિવિધ મેનેજરથી લઈને સુપરવાઈઝર
જગ્યા38
વય મર્યાદા32 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ13-8-2025
ક્યાં અરજી કરવીhttps://www.gujaratmetrorail.com/

GMRC ભરતી 2025 – ખાલી જગ્યા વિગત

આ ભરતીમાં કુલ 30થી વધુ ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે જેમાં વિવિધ વિભાગ અને વિવિધ પદો માટે ભરતી થશે.

➤ મુખ્ય પદો:

  • મેનેજર (ઓપરેશન્સ)
  • મેનેજર (ટ્રેક્શન)
  • મેનેજર (રોલિંગ સ્ટોક)
  • મેનેજર (સિગ્નલિંગ/PSD)
  • મેનેજર (ટેલિકોમ)
  • આસિસ્ટન્ટ મેનેજર (ઓપરેશન્સ)
  • આસિસ્ટન્ટ મેનેજર (સિવિલ/ટ્રેક)
  • આસિસ્ટન્ટ મેનેજર (ટ્રેક્શન)
  • આસિસ્ટન્ટ મેનેજર (રોલિંગ સ્ટોક)
  • આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ/PSD)
  • આસિસ્ટન્ટ મેનેજર (ટેલિકોમ)

➤ નોન-એક્ઝિક્યુટિવ પદો:

  • સિનિયર સુપરવાઇઝર (ઓપરેશન્સ)
  • સિનિયર સેકશન ઇજનેર (રોલિંગ સ્ટોક, ટેલિકોમ, ટ્રેક્શન, સિગ્નલિંગ, E&M)
  • સુપરવાઇઝર (ઓપરેશન્સ)
  • સેકશન ઇજનેર (સિવિલ/ટ્રેક)

લાયકાત

શૈક્ષણિક લાયકાત:
તમામ પદો માટે ઉમેદવાર પાસે સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/ઈન્સ્ટીટ્યુટમાંથી B.E/B.Tech ડિગ્રી હોવી જરૂરી છે. વિવિધ પદ માટે વિવિધ બ્રાન્ચ માન્ય છે જેમ કે:

  • ઇલેક્ટ્રિકલ
  • ઇલેક્ટ્રિકલ & ઇલેક્ટ્રોનિક્સ
  • મેકેનિકલ
  • કોમ્પ્યુટર એન્જિનિયરિંગ
  • સિવિલ એન્જિનિયરિંગ
  • ઈન્સ્ટ્રુમેન્ટેશન
  • પાવર ઇલેક્ટ્રોનિક્સ
  • ટેલિકોમ્યુનિકેશન

વય મર્યાદા

ગુજરાત મેટ્રો ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 32 વર્ષ હોવી જોઈએ

અનુભવ:

  • મેનેજર માટે 7 થી 9 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન અનુભવ જરૂરી છે.
  • આસિસ્ટન્ટ મેનેજર માટે 5 થી 7 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • સિનિયર સુપરવાઈઝર અને સેકશન ઇજનેર માટે 5 થી 6 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • મેટ્રો રેલ/રેલવે/સરકારી સંસ્થા/PSUનો અનુભવ ધરાવનાર ઉમેદવારોને પ્રાથમિકતા મળશે.

પગાર ધોરણ

GMRC પોતાની ભરતીમાં IDA પે સ્કેલ મુજબ આકર્ષક પગાર આપે છે:

  • મેનેજર: ₹ 60,000 – ₹ 1,80,000
  • આસિસ્ટન્ટ મેનેજર: ₹ 50,000 – ₹ 1,60,000
  • સિનિયર સુપરવાઇઝર: ₹ 46,000 – ₹ 1,45,000
  • સુપરવાઇઝર/સેકશન ઇજનેર: ₹ 40,000 – ₹ 1,25,000

આ ઉપરાંત HRA, મેડિકલ કવરેજ, ગ્રુપ ઇન્શ્યોરન્સ વગેરે સુવિધાઓ પણ GMRC પોલિસી મુજબ મળશે.

મહત્વપૂર્ણ તારીખો

  • જાહેરાત તારીખ: 24 જુલાઈ, 2025
  • છેલ્લી તારીખ: 13 ઓગસ્ટ, 2025

સમયમર્યાદામાં અરજી પૂર્ણ કરવી ખૂબ જ આવશ્યક છે. છેલ્લી ક્ષણ સુધી રાહ નહીં જોવી

ઓનલાઈન અરજી માટે વેબસાઈટ:

www.gujaratmetrorail.com

Gujarat Recruitment 2025 notificationDownload

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment