ગુજરાત સરકાર કાયદા સલાહકાર ભરતી 2025: ગુજરાત સરકાર નર્મદા , જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ એ ગુજરાત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ વિભાગે કાયદાકીય કામગીરીને વધુ મજબુત બનાવવા માટે નવી ભરતી પ્રક્રિયા જાહેર કરી છે . રાજ્યના 8 શહેરોમાં કાયદા સલાહકારની ભરતી માટે નોટીફીકેશન બહાર પાડયું છે.
કાયદા સલાહકારની પોસ્ટની વિગત,શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી
ગુજરાત સરકાર કાયદા સલાહકાર ભરતી
સંસ્થા | નર્મદા , જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |
પોસ્ટ | કાયદા સલાહકાર |
જગ્યા | 10 |
નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
વય મર્યાદા | મહત્તમ 50 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 ઓગસ્ટ 2025 |
ક્યાં અરજી કરવી | સરનામું નીચે આપેલું છે |
શૈક્ષણિક લાયકાત:
- ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સીટીથી L.L.B. ડિગ્રી હોવી
- બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી થયેલી હોવી જોઈએ
- કમ્પ્યુટર જ્ઞાન CCC + લેવલનું હોવું ફરજીયાત છે
- ઉમદેવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતા હોવા જોઈએ
અનુભવ:
ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 5 વર્ષનો પ્રેકટીસ એજવોકેટ તરીકનો અનુભવ હોવો જોઈએ જે પૈકી નામદાર હાઇકરોટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં /સરકારના જાહેર સાહસો સરકાર વતી નામ . સુપ્રીમકોર્ટ/ હાઈકોર્ટ/ જિલ્લા કોર્ટના કેસમાં બચાવની કામગીરીમાં 3 વર્ષનો અનુભવ.
વય મર્યાદા:
- ઉમેદવારની મહત્તમ 50 વર્ષ હોવી જોઈએ.
- આ ઉપરાંત 11 માસ કરાર આધારિત આ પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે.
પગાર :
- માસિક ફિક્સ પગાર રુ. 60.000/- રહેશે
- કોઈ અન્ય ભથ્થા કે વધારાનો લાભ નહી મળે.કરાર અવધિમાં પેન્શન,બોનસ ,એલ.ટી.સી. અથવા અન્ય કોઈ લાભ લાગુ નહી પડે.
- દરેક વર્ષ 11 દિવસની પેઈડ લીવ મળશે
- કોઈ પણ સમય દરમિયાન એક મહિના પહેલા નોટીસ આપી કરાર રદ્દ કરી શકાય છે
અરજી:
- ઉમેદવારોએ અરજી પત્રક યોગ્ય રીતે ભરવું પડશે . અરજી પત્રક વિભાગની વેબસાઈટ gujnwrws.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે
- અરજી સાથે રુ.100/નો નોન રીફંડેબલ ડીમાન્ડ ડ્રાફટ ઉપ સચિવશ્રી મહકેમ ના નામે કઢાવવો રહેશે
- જરૂરી દસ્તાવેજોની નકલ (એજ્યુકેશનલ સર્ટીફીકેટ.નોધણી પ્રમણપત્ર.અનુભવ . પ્રમણપત્ર. CCC + સર્ટીફીકેટ) જોડવી પડશે
- પૂર્ણ થયેલી અરજી નીચેના સરનામે 12/08/2025 સુધી પહોચવી જરૂરી છે.
સરનામું:
ઉપ સચિવશ્રી (મહકેમ)
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
બ્લોક-9/5મો માળ, સરદાર ભવન, ગાંધીનગર.