GSSSB X-Ray Technician ભરતી 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ એક્સ-રે ટેકનીશિયન (વર્ગ-3) ની ભરતી માટે જાહેરાત ક્રમાંક: 351/2025-26 જાહેર કરવામાં આવી છે. આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે અને પસંદગી માટે ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.
GSSSB X-Ray Technician ભરતી 2025
જગ્યાની વિગતો
- કુલ જગ્યાઓ: 81
મહત્વની તારીખો
- અરજી કરવાની શરૂઆત: 01/09/2025 (બપોરે 2:00 કલાકથી)
- છેલ્લી તારીખ અરજી માટે: 15/09/2025 (રાત્રે 11:59 સુધી)
- ફી ભરવાની છેલ્લી તારીખ: 18/09/2025
શૈક્ષણિક લાયકાત
અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
- બેચલર ઑફ સાયન્સ (B.Sc.) ડિગ્રી કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી હોવી જોઈએ.
- એક્સ-રે ટેકનીશિયન કોર્સ – સરકારની સંસ્થા અથવા રાષ્ટ્રીય મેડિકલ કાઉન્સિલ માન્ય મેડિકલ કોલેજમાંથી પાસ કરેલ.
- કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન (Basic Computer Knowledge) હોવું આવશ્યક.
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું ફરજિયાત
વય મર્યાદા
- ન્યૂનત્તમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 36 વર્ષ (15/09/2025 સુધી)
વય મર્યાદામાં છૂટછાટ:
- સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારને – 5 વર્ષ
- અનામત વર્ગના પુરુષ ઉમેદવારને – 5 વર્ષ
- અનામત વર્ગની મહિલા ઉમેદવારને – 10 વર્ષ (મહત્તમ 45 વર્ષ સુધી)
- દિવ્યાંગ ઉમેદવારોને – 10 થી 20 વર્ષ (મહત્તમ 45 વર્ષ સુધી)
- માજી સૈનિક ઉમેદવારોને સેવા અવધિ + 3 વર્ષ સુધીની છૂટછાટ