---Advertisement---

3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

Heavy Rain Forecast
---Advertisement---

Heavy Rain Forecast: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શકયતા છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, નવસારી, ડાંગ, પોરબંદર સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયો છે.

હવામાન વિભાગે લોકોને આગાહી સાથે જ ચેતવણી પણ આપી છે કે આ વરસાદની અસરના કારણે નદી-નાળામાં પુર આવવાની, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિક પર ભારે અસર પડશે.

આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. 28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. સૌરાષ્ટ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઇ. અમરેલી, ભાવનગરમાં, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેના કારણે મોટા શહેરોમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (28મી જુલાઈ) બપોરે 1થી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં 10.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમદાવાદના દસ્ક્રોઈમાં 10.35 ઈંચ, મહેમદાવાદ 9.37 ઈંચ, માતરમાં 8.03 ઈંચ, મહુધામાં 7.05 ઈંચ, વાસોમાં 6.22 ઈંચ, કઠલાલમાં 5.31 ઈંચ, ઉમરેઠમાં 5.28 ઈંચ, સાણંદમાં 4.96 ઈંચ અને ખેડામાં 4.96 ઈંચ નોંધાયો છે.

ગુજરાતના જળાશયોની સ્થિતિ

ગુજરાતમાં ભારે વરસાદથી 29 જળાશયો હાલ 100 ટકા ભરાઈ ગયા છે. જેમાં કચ્છના સૌથી વધુ 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જળાશયનો સમાવેશ થાય છે. 62 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસ્તર છે. હજુ પણ 36 જળાશયો એવા છે જ્યાં જળસ્તર 25 ટકાથી નીચું છે. હાલ ગુજરાતના 49 જળાશયમાં જળસ્તર 90 ટકાથી વધુ હોવાથી હાઇએલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 21 જળાશયો એલર્ટ અને 21 જળાશયો વોર્નિંગ હેઠળ છે.

ક્યાંથી આવી રહ્યું છે મેઘરાજાનું આ મોટું સિસ્ટમ?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી સૌરાષ્ટ્ર – કચ્છ – દક્ષિણ ગુજરાત તરફ ભારે પવન અને ભેજ ભરેલ પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ મધ્ય ભારત તરફથી આવતી હવામાન સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાપશે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment