શિક્ષણ સહાય યોજના 2025 નોંધણી: ગુજરાત રાજ્ય સરકારે શ્રમિકો અને નબળા વર્ગો માટે સતત ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. આવા શ્રમજીવી પરિવારોના બાળકોના શિક્ષણ માટે, “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025” શરૂ કરવામાં આવી છે. આ યોજના પ્રાથમિક શિક્ષણથી પીએચડી સુધીના અભ્યાસ માટે સહાય પૂરી પાડે છે.
શિક્ષણ સહાય યોજના શું છે? શિક્ષણ સહાય યોજના 2025
આ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા કામદારોના બાળકોને શૈક્ષણિક સહાય માટે તૈયાર કરવામાં આવી છે. આ સહાય તેમને ઉચ્ચ સ્તરે અભ્યાસ કરવા માટે પ્રેરિત કરે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે મદદ કરે છે. વિદ્યાર્થીઓ માટે સહાય યોજના 2025
શિક્ષણ સહાય યોજના 2025 ના લાભો
ધોરણ | સહાયની રકમ | હોસ્ટેલ સહાય |
---|---|---|
ધોરણ 1 થી 4 | રૂ. 500 | – |
ધોરણ 5 થી 9 | રૂ. 1000 | – |
ધોરણ 10 થી 12 | રૂ. 2000 | રૂ. 2500 |
ITI/ PTC | રૂ. 5000 | – |
ડીપ્લોમા | રૂ. 5000 | રૂ. 7500 |
ડીગ્રી કોર્સ | રૂ. 10000 | રૂ. 15000 |
પોસ્ટ ગ્રેજ્યુએશન | રૂ. 15000 | રૂ. 20000 |
મેડિકલ/એન્જિનિયરિંગ/ MBA/ MCA/ IIT | રૂ. 25000 | રૂ. 30000 |
પીએચ.ડી. | રૂ. 25000 | – |
શિક્ષણ સહાય યોજના 2025 અરજી માટે જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
બોનાફાઇડ પ્રમાણપત્ર
બેંક પાસબુક
છેલ્લું પરિણામ
ફી ચુકવણી રસીદ
(₹5000 થી વધુ સહાય માટે) એફિડેવિટ અને સંમતિ ફોર્મ
આ પણ ખાસ વાંચો: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025 એપ્રેન્ટિસ 4500 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો
શિક્ષણ સહાય યોજના 2025 નો મુખ્ય હેતુ
- બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોના બાળકોને રૂ. 30,000 સુધીની સહાય મળી શકે છે.
- પ્રાથમિકથી પીએચ.ડી. સુધીના દરેક લેવલ પર આર્થિક સહાય મળશે.
- શ્રમિક પરિવારોને શિક્ષણનો દ્રઢ આધાર પૂરો પાડીને તેમને સમાજમાં આગળ લાવવાનું મહત્વપૂર્ણ પગલું.
શિક્ષણ સહાય યોજના 2025 માટે કેવી રીતે અરજી કરવી?
સન્માન પોર્ટલ (https://sanman.gujarat.gov.in/) પર જાઓ
“શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025” પસંદ કરો
ઓનલાઇન નોંધણી કરો અને લોગિન આઈડી અને પાસવર્ડ મેળવો.
સંપૂર્ણ વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો
નિયમો વાંચો, “હું સંમત છું” પસંદ કરો અને સાચવો.
છેલ્લે, અરજી નંબર મેળવવા માટે સબમિટ બટન પર ક્લિક કરો.
લીક: