---Advertisement---

Bhavnagar: શેત્રુંજી ડેમ સંપૂર્ણ ભરાયો. ભાવનગરમાં ધોધમાર વરસાદ

શેત્રુંજી ડેમ
---Advertisement---

Bhavnagar: નીચાણવાળા  ગોરસ, સાગનીયા, નાના જાદર, કુભણ, લખુપરા, તાવેડા, ઉમણીયાવદર, મહુવા, કતપર ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે તેમજ લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને કોઝવે ઉપરથી ઢોર લઈને પસાર ન થવા  આદેશ આપવામાં આવ્યા છે.  

શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોઈ શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા તા. 17 જૂનના રોજ બપોરે એક કલાકે શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો હતો.શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.બપોરે એક વાગ્યાની સ્થિતિએ 20 ગેટ 0.30મી. જેટલા ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગેટ ખોલવાના સમયે 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ હતી

આ વર્ષે શેત્રુંજી નદી અને  ડેમ બંને છલોછલ થઈ ગયા છે ત્યારે ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે ડેમનો 34 ફુટનો જથ્થો પ્રમાણસર જાળવી રાખવા માટે છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસના ધારી સહિતના ડેમો ઓવરફ્લોનું પાણી તથા નદી,નાળાની ધીમી આવક રહેતા સિંચાઈ વિભાગ દ્વારા ઓવરફલોનું પાણી હજુ ઘટતા પ્રમાણમાં, સતત નદી અને નહેર વાટે છોડવામાં આવી રહ્યું છે. ઓવરફલોનું પાણી સિંચાઈ વિભાગની નીતિ અને ખેડૂતોની માંગ અનુસાર નહેર વાટે છોડવામાં આવી રહ્યું છે, હાલ 5 દરવાજા 1 ફૂટ ખુલ્લા રાખીને 140 ક્યુસેક પાણી ડાબા-જમણા વિભાગની નહેર વાટે છોડવામાં  આવ્યું છે.   ભાદરવામાં સાર્વત્રિક વરસાદના પગલે ડેમોમાં પાણીની ભરપૂર આવક થતા સૌરાષ્ટ્ર ખેડૂતોને સિંચાઈનું પાણી અને લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહેશે. અમરેલીના બાબરામાં કાળુભાર ડેમ ઓવરફ્લો થતા 10 ગામના ખેડૂતોને ફાયદો થશે. ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજી ડેમની જળ સપાટી વધી  હતી.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment