અમેરિકા: ભૂતપૂર્વ ઉપપ્રમુખ કમલા હેરિસે જો બાઈડન પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા હોવાથી દુઃખ વ્યક્ત કર્યું છે. હેરિસે જો બાઈડનને એક યોદ્ધા ગણાવ્યા અને કહ્યું કે, અમને તેમના સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની આશા છે.
અમેરિકા: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જો બાઈડન ગંભીર પ્રકારની પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે, જે હવે હાડકાં સુધી ફેલાઈ ગયું છે. રવિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. 82 વર્ષીય બાઈડને શુક્રવારે જ્યારે યુરીન સંબંધિત ફરિયાદ કરી ત્યારે સમસ્યાની જાણ થઈ. તેમનો પરિવાર અને ડોકટરો હાલમાં શક્ય તેટલી સારવારના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.
બાઈડનના કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદન મુજબ, ” જોકે આ રોગનું વધુ આક્રમક સ્વરૂપ છે, તે હોર્મોન-સંવેદનશીલ લાગે છે, જેના કારણે તેની અસરકારક સારવાર શક્ય છે.” નિષ્ણાતોના મતે, આવા કિસ્સાઓમાં હોર્મોન થેરાપી, કીમોથેરાપી અને કેટલાક કિસ્સાઓમાં હાડકાને લક્ષિત સારવાર અસરકારક સાબિત થઈ શકે છે.
આ અઠવાડિયા જ થયું હતું પરીક્ષણ
આ અઠવાડિયાની શરુઆતમાં યુરીન સબંધિત કેટલીક સમસ્યાઓ બાદ જો બાઈડને ડૉક્ટરની સલાહ લીધી હતી. નિયમિત તબીબી તપાસ દરમિયાન તેમના પ્રોસ્ટેટમાં એક નાની ગાંઠ મળી આવી, જેના પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે ડોકટરોએ પુષ્ટિ કરી કે, બાઈડનને પ્રોસ્ટેટ કેન્સર છે અને કેન્સરના કોષો હવે તેમના હાડકાંમાં ફેલાઈ ગયા છે.
આ પણ ખાસ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 360 ડિગ્રી અદભુત નજારો
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જો બાઈડનની બીમારી અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે કહ્યું ક, ‘મેલાનિયા અને મને જો બાઈડનની તાજેતરની તબીબી સ્થિતિ વિશે સાંભળીને દુઃખ થયું છે. અમે બાઈડન ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ
જો બાઈડને 2021થી 2025 સુધી US પ્રમુખની જવાબદારી સંભાળી હતી. ગયા વર્ષે જુલાઈમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચામાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ તેઓ અચાનક ફરીથી ચૂંટણી લડવાથી ખસી ગયા હતા. આ ઘટના બાદ ડેમોક્રેટિક પાર્ટીમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પાર્ટીના નવા ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નવેમ્બર 2024માં ટ્રમ્પ સામે ચૂંટણી હારી ગયા હતા.