AMC bharti 2025: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ શહેરના આરોગ્ય વિભાગ હેઠળ Assistant Sanitary Sub Inspector ની જગ્યા માટે નવો ભરતી પ્રક્રમ જાહેર કર્યો છે. શહેરમાં સ્વચ્છતા અને હેલ્થ સેવાઓને મજબૂત બનાવવા માટે AMC દર વર્ષે નવી ભરતી બહાર પાડે છે અને આ વખતે કુલ 84 જગ્યાઓ
AMC ભરતી 2025 અંતર્ગત સહાયક સેનેટરી સબ ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહીં જાણો.
AMC bharti 2025
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
વિભાગ | આરોગ્ય વિભાગ |
જગ્યા | 84 |
વય મર્યાદા | 33 વર્ષથી વધુ નહીં |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 જુલાઈ 2025 |
ક્યાં અરજી કરવી | https://www.ahmedabadcity.gov.in/ |
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
બિન અનામત | 35 |
આ.ન.વ. | 8 |
સા.શૈ.પ.વર્ગ | 24 |
અનુ.જાતિ | 6 |
અનુ.જન.જાતિ | 11 |
કુલ | 84 |
પગારધોરણ અને લાભ
પ્રથમ ત્રણ વર્ષ ઉમેદવારને રૂ. 26,000 માસિક ફિક્સ પગાર તરીકે આપવામાં આવશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને આધારે સરકારના નિયમો અનુસાર પગારપંચ Level-4 (25,500 – 81,100) મુજબ પગાર મળશે. સાથે જ અન્ય સરકારી ભથ્થાં પણ લાગુ પડશે.
- આ ખાસ વાચો:
- GPSC BHARTI 2025: મેડિકલ ઓફિસર માટે મોટી ભરતી, જાણો તમામ માહિતી એક જ જગ્યાએ
- SBI SCO Recruitment 2025: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર ભરતી 2025
ઉંમર મર્યાદા અને છૂટછાટ
સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ ઉંમર 33 વર્ષ રાખવામાં આવી છે. અનામત કેટેગરી, SC/ST, SEBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે. મહિલા ઉમેદવારોએ પણ ઉંમરમાં 5 વર્ષ સુધીની છૂટછાટ મેળવી શકે છે
શૈક્ષણિક લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
અરજી ફી
- સામાન્ય કેટેગરી: રૂ. 500/-
- SC/ST/SEBC/EWS: રૂ. 250/-
- દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.
અરજી ફી ઓનલાઇન જ ભરવાની રહેશે. પેમેન્ટ થયા બાદ ફીની રસીદ તરત જ ડાઉનલોડ કરી લેવી જરૂરી છે.
અરજી કેવી રીતે કરશો?
AMC ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને Recruitment & Results વિભાગમાંથી ONLINE Apply કરવું રહેશે. ફોર્મ ફીલ કરવાની દરેક સ્ટેપમાં ધ્યાન રાખવું:
1️⃣ જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને PDF અથવા JPG ફોર્મેટમાં રાખવા.
2️⃣ પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી JPG/PNG ફોર્મેટમાં અપલોડ કરવી.
3️⃣ તમામ વિગતો સાચી અને સ્પષ્ટ રીતે ભરી ને ફોર્મ સબમિટ કરવું.
4️⃣ ફી પેમેન્ટ માટે આપેેલી લિંક પર જ જઈને સત્તાવાર પેમેન્ટ કરવું.
વેબસાઈટ લિંક:
https://www.ahmedabadcity.gov.in
પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા
ભરતી માટે લખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ અથવા બંને યોજવામાં આવશે. ઉમેદવારોએ પોતાનો મૂળ ID પ્રૂફ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવું પડશે. પરીક્ષાનું સ્થળ અને તારીખ વેબસાઈટ પર જ જાહેર થશે.