---Advertisement---

ગુજરાતમાં 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન

rain forecast
---Advertisement---

Gujarat rain forecast:  ગુજરાતમાં ચોમાસું ફરીથી જામી ગયું છે ત્યારે બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી અને કચ્છથી લઈને દાહોદ સુધી તમામ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બુધવાર માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હાલમાં રાજ્યમાં ચોમાસુ જોરમાં છે અને ભારતીય હવામાન વિભાગ (IMD) તરફથી મળેલી નવીનતમ માહિતી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

ક્યાં જિલ્લામાં ભારે વરસાદ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 24 થી 48 કલાકમાં રાજ્યના 12 જેટલા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મોસમ વધુ સક્રિય રહેશે. મુખ્ય જિલ્લાઓમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, દાંગ, તાપી, નવસારી, વલસાડ, બનાસકાંઠા અને પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત, કેટલાક તાલુકાઓમાં દસથી વધુ ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક નદીકાંઠા વિસ્તારમાં પાણીની સ્તર વધવાની ચિંતા છે, જેને કારણે સ્થાનિક વહીવટી તંત્રએ જરૂરી સાવચેતીઓ રાખવા માટે સૂચનાઓ આપી છે.

અમદાવાદનું હવામાન કેવું રહેશે

અમદાવાદ શહેરમાં આગામી 5-7 દિવસ દરમિયાન મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે. IMD મુજબ શહેરમાં ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારમાં એકાદ બે વખત ભારે ઝાપટાં પણ પડી શકે છે.

  • શહેરમાં દિવસ દરમિયાન તાપમાન આશરે 31 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
  • રાત્રે તાપમાન 25-27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
  • વરસાદ સાથે વચ્ચે-વચ્ચે ગાજવીજ, વીજળી પડવાની સંભાવના પણ છે.

શહેરમાં હાલ માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ રહેતી હોવાથી મુસાફરી દરમિયાન વાહનચાલકોને વિશેષ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે. મોટા ભાગના ઓછા ઊંચાઈના વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે. જો હજુ ભારે વરસાદ થશે તો અમદાવાદ શહેરના કેટલીક હાઉસિંગ સોસાયટી અને વેપારી વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શક્યતા વધશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પર 3 સિસ્ટમ સક્રિય છે જેના પગલે વરસાદ વરસી શકે છે. આજે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટની શરુઆતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 3 ઓગસ્ટે ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ અતિભારે વરસાદની સંભાવના છે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ધોધમારની શક્યતા છે. ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધશે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર તહેવારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. 18થી 20 ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે. આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના છે

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment