---Advertisement---

અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Alert
---Advertisement---

ગુજરાતમાં ચોમાસાની માઉસમ પહેલા જ શરુઆતથી જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક ભાગોમાં મોસમથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. સૌથી વધુ અસર આ વખતે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થઈ છે.

કાલે મોડી રાત્રે અમદાવાદ શહેર અને નજીકના વિસ્તારોમાં અચાનક મેઘરાજાએ ધોધમાર વરસી મૂકતા શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોને ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, તો બીજી તરફ રાહદારીઓ અને વાહનચાલકોને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. ગઇકાલે મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઇ હતી. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જો કે, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.,

હવામાન વિભાગે આજે અરવલ્લી, મહિસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 181 તાલુકામાં સરેરાશ 21.87 મિલિમીટર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 6.22 ઈંચ વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી જ અમદાવાદ,પાટણ, મહિસાગર અને પંચમહાલમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની તાજી આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા તાજેતરમાં અપડેટ આપવામાં આવ્યું છે કે આગામી 48 કલાક દરમ્યાન અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેડ એલર્ટનો અર્થ એ છે કે:

  • ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.
  • નદી, નાળા અને તળાવો ઓવરફ્લો થવાની શક્યતા વધુ છે.
  • કેટલાક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
  • ઈમરજન્સી સેવાઓને standby રાખવામાં આવી છે.

ડેમ અને નદીના પાણીના સ્તરનો ખતરાકારક વધારો

ગુજરાતના મોટા ડેમ જેવી કે સરદાર સરોવર, ધરસાણો ડેમ, મેશ્વો ડેમ, ધોળીધજ ડેમ સહિત કેટલાક નાની-મોટી સરોવરોમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે. નર્મદા નદીમાં પણ પાણીનું પ્રવાહ ઝડપથી વધી રહ્યું છે. જો આવનારા કલાકોમાં વરસાદ ચાલુ રહ્યો તો ડેમના દરવાજા ખોલવાની નોબત આવી શકે છે.

ડેમ વિભાગે લોકો અને ખેડૂતોને એલર્ટ કર્યો છે કે નદી-નાળાના કાંઠે રહેવાવાળા લોકોને સાવચેત રહેવું જરૂરી છે.

આજે આ જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment