---Advertisement---

WCL 2025: આજે યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રદ

ભારત અને પાકિસ્તાન
---Advertisement---

ભારત અને પાકિસ્તાન: વચ્ચેની મેચ એટલે માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ બંને દેશોના કરોડો ચાહકોની લાગણીઓ પણ જોડાયેલી હોય છે. ત્યારે WCL 2025 (વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ) હેઠળ આજ રોજ રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મુકાબલો ચોતરફી વિરોધ, પૂર્વ ખેલાડીઓના બોયકોટ અને સ્પોન્સર્સની કડક સ્થિતિને કારણે અંતિમ ક્ષણે રદ કરી દેવામાં આવ્યો છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) એ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરી છે. આયોજકોએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે અને લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ માંગી છે. અગાઉ શિખર ધવને પણ આ અંગે સોશિયલ મીડિયા પર પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં યોજાનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ હવે રદ કરવામાં આવી છે. આ મેચ પરના વિવાદ અને નારાજગી વચ્ચે આયોજકોએ મેચ રદ કરવાની જાહેરાત કરતું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

આ પહેલા ઘણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો – હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના અને યુસુફ પઠાણ – એ આ મેચમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. શિખર ધવને આ અંગે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી અને લખ્યું હતું – ‘મારો દેશ મારા માટે બધું જ છે અને દેશથી મોટું કંઈ નથી

કેમ વધ્યો વિરોધ?

WCL 2025માં શિખર ધવનની આગેવાની હેઠળ ભારતીય લેજેન્ડ્સ ટીમે પાકિસ્તાન સામે આજે બર્મિંગહામના એડજબાસ્ટન સ્ટેડિયમમાં મુકાબલો રમવાનો હતો.

પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં આંતકવાદી હુમલાઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં થયેલા હુમલાના કારણે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ શરૂ થયો હતો. અનેક ચાહકો અને પૂર્વ ખેલાડીઓએ કહ્યું કે આવું સમયે પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું યોગ્ય નથી.

WCL એ તેના નિવેદનમાં કહ્યું, ‘WCL માં અમે હંમેશા ક્રિકેટને ખૂબ પ્રેમ કર્યો છે અને અમારો એકમાત્ર હેતુ દર્શકોને કેટલીક સારી અને ખુશ ક્ષણો આપવાનો રહ્યો છે. જ્યારે અમને ખબર પડી કે આ વર્ષે પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવી રહી છે, અને તાજેતરમાં ભારત-પાકિસ્તાન વોલીબોલ મેચ સહિત કેટલીક અન્ય રમતોમાં બંને દેશો વચ્ચે મેચો છે, ત્યારે અમે WCLમાં ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરીને લોકો માટે કેટલીક યાદગાર અને ખુશીની ક્ષણો બનાવવાનું વિચાર્યું.’

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘પરંતુ કદાચ આ પ્રક્રિયામાં અમે ઘણા લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને અજાણતાં ઘણી લાગણીઓ ઉશ્કેરી છે. આ ઉપરાંત અમે તે ભારતીય ક્રિકેટ દિગ્ગજોને અસ્વસ્થતાભરી પરિસ્થિતિમાં મૂકી દીધા છે જેમણે દેશ માટે ઘણું ગૌરવ લાવ્યું છે. આ સાથે અમે તે બ્રાન્ડ્સને પણ અસર કરી જે ફક્ત રમત પ્રત્યેના પ્રેમને કારણે અમને ટેકો આપી રહ્યા હતા. તેથી જ અમે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે

ટિકિટ પેસા રિફંડ કેવી રીતે મળશે?

▪️ જેઓએ ઓફિશિયલ વેબસાઈટ કે એપ પરથી ટિકિટ ખરીદી છે, તેમને ટૂંક સમયમાં રિફંડ પ્રક્રિયા શરૂ થશે.
▪️ ટ્રાવેલ અને હોટેલનું પૈસું ચાર્જબેક પૉલિસી મુજબ મેળવો એ માટે ગ્રાહકોને પોતે એજન્ટ કે કંપની સાથે સંપર્ક કરવો પડશે.

આયોજકોએ માફી માંગી
આયોજકોએ કહ્યું, ‘અમે ફરી એકવાર તે બધી લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ અમારા હૃદયના ઊંડાણથી માફી માંગીએ છીએ. અમને આશા છે કે લોકો સમજશે કે અમારો એકમાત્ર હેતુ ક્રિકેટ પ્રેમીઓને કેટલીક ખુશીની ક્ષણો આપવાનો હતો.’

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment