MGVCL વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર સિવિલ ભરતી 2025: મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) એ સમગ્ર ગુજરાતમાં વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર – સિવિલ) ની 62 જગ્યાઓ માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ ભરતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) હેઠળ MGVCL, DGVCL, UGVCL, PGVCL, GETCO અને GSECL સહિત DISCOM વતી હાથ ધરવામાં આવે છે. ગુજરાતમાં સ્થિર સરકારી નોકરીઓ શોધી રહેલા લાયક સિવિલ એન્જિનિયરિંગ સ્નાતકો 15 જુલાઈ 2025 થી 4 ઓગસ્ટ 2025 દરમિયાન www.mgvcl.com દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
ગુજરાતી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જુનિયર એન્જિનિયર સિવિલ ભરતી 2025
સંગઠન | મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) |
---|---|
પોસ્ટ | ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ (જુનિયર એન્જિનિયર – સિવિલ) |
જગ્યા | 62 |
નોકરી સ્થાન | ગુજરાત (ડિસ્કોમ્સ / ગેટકો / જીએસઈસીએલ) |
અરજી | Online |
વેબસાઈટ | www.mgvcl.com |
લાયકાત
- અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત B.E./B.Tech. (Civil) ડિગ્રી હોવી આવશ્યક છે.
- છેલ્લાં વર્ષ કે છેલ્લાં બે સેમેસ્ટરમાં ATKT ન હોવો જોઈએ અને સરેરાશ 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
- જો કોઈ ઉમેદવાર પાસે સમકક્ષ ડિગ્રી છે, તો તેમણે સમકક્ષ પ્રમાણપત્ર (Equivalence Certificate) યુનિવર્સિટીમાંથી મેળવવું ફરજિયાત છે.
પગારધોરણ
- 1લો વર્ષ: રૂ. 48,100/-
- 2રો વર્ષ: રૂ. 50,700/-
આ સમયે કોઈ અન્ય ભથ્થાં કે લાભો મળવાના નથી. ફક્ત મુસાફરી અને દૈનિક ભથ્થું (TA/DA) કંપનીના નિયમ મુજબ ચુકવાશે.
મહત્વની શરતો
- પસંદગી થયેલા ઉમેદવારને પ્રથમ બે વર્ષ માટે ફિક્સ ટેન્યુર પર વિદ્યૂત સહાયક તરીકે નિયુક્ત કરાશે.
- ત્યારબાદ તેમની કામગીરી સંતોષકારક જણાશે તો નિયમિત જૂનિયર એન્જિનિયર – સિવિલ પદ પર સ્થાયી કરી શકાશે.
- ઉમેદવાર પાસે કમ્પ્યુટર ઓપરેશનમાં જ્ઞાન હોવું જરૂરી છે.
- ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર સારી પકડ હોવી જોઈએ.
ઉંમર મર્યાદા
- સામાન્ય કેટેગરી: મહત્તમ 35 વર્ષ
- અનામત કેટેગરી (SC/ST/SEBC/EWS): મહત્તમ 40 વર્ષ
- મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ.
- દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષ છૂટ – જેમાં યોગ્ય અપંગતા: Hearing Handicapped (40-70%), One Arm, One Leg, Dwarfism, Acid Attack Victim વગેરે.
- પૂર્વ સૈનિક ઉમેદવારોને 10 વર્ષ સુધી છૂટ.
- નિવૃત્ત કર્મચારીના આશ્રિત ઉમેદવારોને મહત્તમ 40 વર્ષની ઉંમર સુધી છૂટ મળે છે.
ટલી જગ્યા છે?
હાલમાં કુલ 62 જગ્યાઓ છે. કંપની પ્રમાણે જગ્યા આવું છે:
- MGVCL: 08
- DGVCL: 02
- UGVCL: 05
- PGVCL: 13
- GETCO: 49
- GSECL: 15
અરજી ફી
- સામાન્ય ઉમેદવાર: રૂ. 500/- (GST સહિત)
- અનામત વર્ગ (SC/ST/SEBC/EWS) તેમજ દિવ્યાંગ ઉમેદવાર: રૂ. 250/- (GST સહિત)
- ફી માત્ર ઓનલાઈન જ ભરવી રહેશે – ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગ દ્વારા.
- ફી પાછી આપવામાં આવશે નહીં.
અરજી પ્રક્રિયા
- અરજી માત્ર ઓનલાઈન જ કરવામાં આવશે.
- અરજીનો વેબલિંક: www.mgvcl.com
- ઉમેદવારોએ અલગ અલગ કંપની માટે પોતાનું પસંદગી ક્રમ દર્શાવવાનું રહેશે.
- પસંદગી ક્રમ પછી કોઈ બદલાવ નહીં થાય.
મહત્વની તારીખો
- ઓનલાઈન અરજી શરૂ: 15 જુલાઈ 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 04 ઓગસ્ટ 2025 (સાંજના 6:00 વાગ્યા સુધી)
પસંદગી પ્રક્રિયા
પરીક્ષા બે તબક્કામાં થશે:
1️⃣ First Tier Exam (CBT):
- કુલ 100 ગુણ
- વિષય: રીઝનિંગ, ક્વાન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, અંગ્રેજી, ગુજરાતી, જનરલ નોલેજ, કમ્પ્યુટર જ્ઞાન
- નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ માટે ¼ ગુણ કપાશે.
2️⃣ Second Tier Exam (CBT):
- સિવિલ એન્જિનિયરિંગ વિષયક પ્રશ્નો
- કુલ 100 ગુણ
- સમાન રીતે નેગેટિવ માર્કિંગ લાગુ પડશે.
પરીક્ષાનો અભ્યાસક્રમ
પ્રથમ તબક્કો:
- રીઝનિંગ – 15 ગુણ
- ગણિત – 15 ગુણ
- અંગ્રેજી – 20 ગુણ
- ગુજરાતી ભાષા – 20 ગુણ
- જનરલ નોલેજ – 10 ગુણ
- કમ્પ્યુટર જ્ઞાન – 20 ગુણ
બીજો તબક્કો:
- સિવિલ એન્જિનિયરિંગના મુખ્ય વિષયો – 100 ગુણ
જરૂરી દસ્તાવેજો
- સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
- ગ્રેજ્યુએશન માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ
- જાતિ પ્રમાણપત્ર (SC/ST/SEBC/EWS માટે)
- દિવ્યાંગ ઉમેદવારો માટે ડોક્ટરનો સર્ટિફિકેટ
- ડોમિસાઇલ સર્ટિફિકેટ (ગુજરાત નિવાસી હોવાનો પુરાવો)
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- ફોટો આઈડેન્ટિટી પ્રૂફ
- ઓનલાઈન પેમેન્ટ રીસીપ્ટ