---Advertisement---

Rain Forecast In Gujarat: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે આજે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત

વરસાદી માહોલ
---Advertisement---

Rain Forecast In Gujarat: ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદથી રસ્તાઓ બોટ ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી દીધી છે. ત્યારે ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. 

ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, શનિવારે પાંચમી જુલાઈ ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.

સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદી પાણી ભરાયા છે. સાડા ત્રણ ઈંચ વરસાદમાં લખતર પાણી-પાણી થઇ ગયુ છે. ગામની શેરીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો મંદિરમાં પણ પાણી ભરાયા છે.ગામમાં પાણી ભરાતા મામલતદારની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીની સ્થિતિની સમીક્ષા કરી હતી. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસતા લોકોએ તાત્કાલિક પાણી નિકાલની માગ સાથે તંત્રને રજૂઆત કરી છે. લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે

આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment