---Advertisement---

India VS England Test: શુભમન ગિલની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ કહ્યું સલામ છે

India VS England Test
---Advertisement---

India VS England Test: બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ત્રીજી જુલાઈએ ભારત સામે ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલે 269 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. શુભમન ગિલના શાનદાર પ્રદર્શનની ક્રિકેટ જગતે પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે શુભમન ગિલની બેવડી સદીથી ખૂબ જ ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું ‘શુભમન ગિલને સલામ! તમે બેવડી સદીના હકદાર હતા.’

શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસે શાનદાર બેટિંગ કરીને ઇતિહાસ રચ્યો. ભારતના યુવા કેપ્ટને ઇંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા. તે ઇંગ્લેન્ડમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ એશિયન કેપ્ટન બન્યો, તેમજ એશિયાની બહાર ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ સ્કોર બનાવનાર પ્રથમ બેટર બન્યો, પરંતુ જ્યારે ગિલ તેના કરિયરની પ્રથમ ત્રેવડી સદીથી માત્ર 31 રન દૂર હતો, ત્યારે ઇંગ્લેન્ડના મેદાન પર એક માઈન્ડગેમનો શિકાર બન્યો

ભારતીય કેપ્ટન શુભમન ગિલે અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે  ‘X’ પર લખ્યું, ‘શુભમન ગિલને સલામ! તમે સારું રમ્યા અને બેવડી સદીને હકદાર હતા, જ્યારે ઈરાદો સ્પષ્ટ હોય, ત્યારે કોઈ તમને રોકી શકતું નથી.’

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘આજે શુભમન ગિલ અને જાડેજાની બેટિંગ જોઈને ખૂબ આનંદ થયો.’

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘આજે શુભમન ગિલ અને જાડેજાની બેટિંગ જોઈને ખૂબ આનંદ થયો.’

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને ‘X’ પર લખ્યું કે, ‘શુભમન ગિલની બેવડી સદી અને તેની કેપ્ટનશીપની શરૂઆત શાનદાર રહી, આનાથી તેમને આગળ વધવામાં મદદ મળશે. હવે ભારતે આખો દિવસ બેટિંગ કરવી જોઈએ.’

ઉલ્લેખનીય ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ભારતીય ટીમ સીરિઝ 0-1થી પાછળ રહી ગઈ. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી, જેની ચર્ચા કેપ્ટન શુભમન ગિલે પણ કરી છે. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 2 કેચ છોડ્યા હતા. આ કારણે મેચ યજમાન ઈંગ્લેન્ડના પક્ષમાં ગઈ. જો ભારતીય ટીમે તે કેચ છોડ્યા ન હોત તો તે મેચનું પરિણામ અલગ હોત.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment