Gujarat heavy rain today: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા,ભાવનગર અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દરરોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે અતિ ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ કરી રહ્યું છે. આગાહી વચ્ચે આજે શુક્રવારે સવારથી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણા 3.50 ઈંચ અને બનાસકાંઠાના વાવમાં 2.99 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ઓરેન્જ એલર્ટઃ કચ્છ, સાબરકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમાહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ.
પલસાણા અને વાવમાં ત્રણ ઈંચ સુધી વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 4 જુલાઈ 2025, શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીના 8 કલાકના સમયમાં ગુજરાતના 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં 3.60 અને બનાસકાંઠાના વાવમાં 2.99 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી
પાંચમી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં આગામી સાતમીથી નવમી જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.