---Advertisement---

GPSC DYSO Recruitment 2025: GPSC નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર ભરતી

GPSC DYSO Recruitment 2025
---Advertisement---

GPSC DYSO Recruitment 2025: સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો.શું તમે ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત પદો પર કારકિર્દી બનાવવા માંગો છો. તો તમારી શોધ અહીં જ સમાપ્ત થાય છે.ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ સંવર્ગની ભરતી 2025-26 માટે તેની સત્તાવાર સૂચના બહાર પાડી દીધી છે

આ તે તમામ યુવાનો માટે સુવર્ણ અવસરથી ઓછું નથી જેઓ સરકારી વિભાગોમાં આ પ્રતિષ્ઠિત પદો પર કામ કરવા માંગે છે. ઓનલાઈન અરજીઓ 25 જૂન 2025 થી શરૂ થઈ રહી છે! તો શા માટે રાહ જુઓ છો? ચાલો, આ ભરતી સંબંધિત તમામ જરૂરી માહિતી ઝડપથી જાણી લઈએ, જેથી તમે કોઈપણ તણાવ વિના તમારી અરજી પૂર્ણ કરી શકો.

GPSC DYSO Recruitment 2025

અહીં GPSC નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર ભરતી 2025-26 સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે

વિગતોમાહિતી
સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (Gujarat Public Service Commission – GPSC)
પદોનું નામનાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩
કુલ જગ્યાઓ102
અરજી કરવાની અંતિમ તારીખ09/07/2025
અરજી કરવાની રીતઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in

GPSC DYSO Recruitment 2025

GPSC ભરતી 2025 / GPSC ભારતી 2025 / GPSC ખાલી જગ્યા 2025 માં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સારી તક છે. વધુ વિગતો માટે જેમ કે પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી ફી નીચે મુજબ છે.

GPSC DYSO ખાલી જગ્યા 2025

પોસ્ટ નામખાલી જગ્યા
DYSO (સચિવાલય), વર્ગ 392
DYSO (GPSC), વર્ગ 39
ડિસો (ગુજરાત વિધાનસભા)1
કુલ102

DYSO પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત:

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
  • કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન.

વય મર્યાદા

09.07.2025ના રોજ ઉમેદવારે 20(વીસ) વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઇએ અને 35 (પાંત્રીસ) વર્ષ પૂર્ણ કરેલ ન હોવા જોઇએ. ઉલી વયમર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે

આ પણ ખાસ વાંચો: RRB ભરતી 2025: ITI અને કોલેજ પાસ ઉમેદવારો માટે રેલવેમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક

DYSO પગાર

  • પ્રથમ પાંચ વર્ષ માટે: ₹49.600/- નો માસિક ફિક્સ પગાર.
  • પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી: ₹ 39.900/- થી ₹ 1,26,600/- પે મેટ્રિક્સના લેવલ-7માં નિયમિત નિમણૂક.

અરજી ફી:

  • શુલ્ક દેય: ₹ 100/- (+ પોસ્ટલ/સર્વિસ ચાર્જીસ).
  • મહિલા ઉમેદવારો અને મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PwBD) અને માજી સૈનિકોને શુલ્ક ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • ઓનલાઈન શુલ્કનું ચુકવણી અરજીની અંતિમ તારીખ સુધી કરી શકાય છે.

અરજી કેવી રીતે કરવી

  • અરજીઓ ફક્ત આયોગની વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઈન મોડમાં જમા કરાવવી જોઈએ.
  • પ્રાથમિક કસોટી (Preliminary Test)ના પરિણામમાં મુખ્ય લેખિત પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર થયેલ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે અલગથી બીજું અરજીપત્રક ઓનલાઈન ભરવાનું રહેશે.
  • મુખ્ય પરીક્ષાના અરજીપત્રક સાથે જરૂરી પ્રમાણપત્રો Scan કરીને આયોગની વેબસાઇટ https://gpsc-iass.gujarat.gov.in પર Upload કરવાના રહેશે.
  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની અંતિમ તારીખના ઘણા સમય પહેલા અરજી સબમિટ કરવાની સલાહ આપવામાં આવે છે.

મહત્વની તારીખ:

વિગત તારીખ
ઓનલાઈન અરજી કરવાની તારીખ25/06/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ09/07/2025
પ્રાથમિક કસોટી0709/2025

લીક :

સુચનાView
અરજીNow

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment