---Advertisement---

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025: ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના મત્સ્યઉદ્યોગ

GSSSB
---Advertisement---

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025 : ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગરના મત્સ્યઉદ્યોગ નિયામકની કચેરી હેઠળ “મત્સ્યઉદ્યોગ અધિકારી (સામાન્ય)” વર્ગ-3 ની કુલ 94 ખાલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી માટે યોગ્ય અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી ફક્ત ગુજરાત સરકારની OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જ સ્વીકારવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ જુલાઈ ૨૦૨૫ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી) છે, જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ૧ જુલાઈ ૨૦૨૫ (બપોરે ૨:૦૦ વાગ્યા સુધી) થી થશે.

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025

ભરતી બોર્ડGujarat Subordinate Services Selection Board (GSSSB)
અધિકારી જાહેરાત નંબર312/202526
પોસ્ટમત્સ્યઉદ્યોગ અધિકારી
શ્રેણીClass 3
જગ્યા94
પગાર40800/-
અરજીOnline
ફોર્મ ભરવાની શરૂવાત તારીખ01/07/2025
અરજી કરવાની છેલ્લી તારીખ15/07/2025
વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025: લાયકાત

મત્સ્યવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી, અથવા
પ્રાણીશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી, અથવા
માઈક્રોબાયોલોજીમાં સ્નાતકની ડિગ્રી,
જે ભારતના કોઈપણ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટીમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ માન્યતા પ્રાપ્ત અથવા ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ હોય.

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025: વય મર્યાદા

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/07/2025 છે,18 થી 35 વર્ષ.
સામાન્ય શ્રેણીના મહિલા ઉમેદવારો, અનામત શ્રેણીના પુરુષ અને મહિલા ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિકો અને અપંગ ઉમેદવારો બોર્ડના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મેળવવાને પાત્ર રહેશે.

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025: પગાર ધોરણ

આ નિમણૂક પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને રૂ. 40,800 /- ના નિશ્ચિત પગાર પર કરવામાં આવશે.

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025: અરજી ફી

સામાન્ય/EWS: 500/-
SC/ST/ભૂતપૂર્વ-સે/પીડબ્લ્યુડી/EBC: 400/-
મહિલાઓ (બધી શ્રેણીઓ માટે): 400/-
પરીક્ષા આપનારા ઉમેદવારો પરીક્ષા ફી પરત મેળવવા માટે પાત્ર રહેશે.
બધા ઉમેદવારોએ ઉપર જણાવેલ ફી ફક્ત ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે.
ઉમેદવારો OJAS વેબસાઇટ પર તેમની અરજી સબમિટ કરે અને પુષ્ટિ નંબર પ્રાપ્ત કરે તે પછી, તેમણે પુષ્ટિ નંબર અને જન્મ તારીખના આધારે 18/07/2025 સુધીમાં પરીક્ષા ફી ફરજિયાતપણે ઓનલાઈન ચૂકવવાની રહેશે.

આ પણ ખાસ વાંચો : RRB ભરતી 2025: ITI અને કોલેજ પાસ ઉમેદવારો માટે રેલવેમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025: પસંદગી પ્રક્રિયા

MCQ પરીક્ષા (CBRT)
ડોક્યુમેન્ટ ચકાસણી
અંતિમ મેરિટ યાદી

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025: ફોર્મ કેવી રીતે ભરવું

સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ www.ojas.gujrat.gov.in પર જાઓ.
ભરતી પ્રક્રિયાના નામ અને નંબરની બાજુમાં Apply Online પર ક્લિક કરો.
પૂરું નામ, લિંગ, સરનામું અને શૈક્ષણિક લાયકાત જેવી જરૂરી માહિતી ભરો.
પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહી અપલોડ કરો.
અંતમાં લાગુ પડતી પરીક્ષા ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
સબમિટ કર્યા પછી, ફોર્મ સેવ કરો અને ચૂકવેલ ફી પ્રિન્ટ આઉટ કરો.

GSSSB ફિશરીઝ ઓફિસર ભરતી 2025: મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ: 15/07/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ: 18/07/2025
પરીક્ષાની તારીખ ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
વધુ માહિતી માટે GSSSB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.

લીક:

સુચનાView
અરજીView

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment