HPCL Recruitment 2025: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડી છે. જો તમે નોકરીની શોધમાં હો અથવા સરકારી નોકરી કરવા ઇચ્છતા હો, તો આ એક સારી તક છે.આ ભરતીમાં અનેક જગ્યાઓ ખાલી છે, જેને લઈને યુવાનો માટે નોકરી મેળવવાની સુંદર તક ઉભી થઈ છે.આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં વાંચી શકશો – જેમ કે મહત્વની તારીખો, કેટલી જગ્યા છે, શેની લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, કેટલી ફી ભરવી પડે અને કેવી રીતે અરજી કરવી.અંત સુધી આ લેખ ધ્યાનથી વાંચો જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી
સંસ્થા | હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ |
પોસ્ટ | અલગ અલગ |
અરજી | ઓનલાઈન |
જગ્યા | 372 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/06/2025 |
અરજી ફી
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને નીચે પ્રમાણે અરજી ફી ચુકવાની રહેશે.
- UR/OBCNC/EWS ઉમેદવારો: ₹1180 (₹1000 + 18% GST)
- SC/ST/તમામ મહિલા/EWS ઉમેદવારો: ₹0/-
- ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.
જગ્યાના નામ:
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી દ્વારા એન્જિનિયર્સ, જુનિયર એક્ઝિક્યુટિવ્સ, લો ઓફિસર્સ, સેફ્ટી ઓફિસર્સ, સિનિયર ઓફિસર્સ/મેનેજર્સ ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે
આ પણ ખાસ વાંચો :
વય મર્યાદા: RRB ભરતી 2025: ITI અને કોલેજ પાસ ઉમેદવારો માટે રેલવેમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 25 થી 45 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ની ભરતીમાં ઉમેદવાર ને પદો પ્રમાણે અલગ – અલગ પગાર આપવામાં આવશે.
- એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, જુનિયર એક્ઝિક્યુટિવ્સ: ₹30,000 – ₹1,20,000
- એન્જિનિયર્સ, ઓફિસર્સ: ₹50,000 – ₹1,60,000
- સિનિયર ઓફિસર્સ: ₹60,000 – ₹1,80,000
- જનરલ મેનેજર: ₹1,20,000 – ₹2,80,000
શૈક્ષણિક લાયકાત:
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.
- એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ: 3 વર્ષની ફુલ-ટાઈમ ગ્રેજ્યુએશન
- જુનિયર એક્ઝિક્યુટિવ – સિવિલ/મિકેનિકલ: 3 વર્ષનો ફુલ-ટાઈમ ડિપ્લોમા
- જુનિયર એક્ઝિક્યુટિવ – ક્વોલિટી કંટ્રોલ: B.Sc. (કેમિસ્ટ્રી)
- એન્જિનિયર્સ: 4 વર્ષનું ફુલ-ટાઈમ B.E./B.Tech
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ: CA (ICAI) + 3 વર્ષની ગ્રેજ્યુએશન
- ઓફિસર – HR: 2 વર્ષનું ફુલ-ટાઈમ પોસ્ટગ્રેજ્યુએટ (HR)
- લો ઓફિસર: 3 વર્ષનું LLB અથવા 5 વર્ષનું ઇન્ટિગ્રેટેડ લો કોર્સ
- સેફ્ટી ઓફિસર: B.E./B.Tech + ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટીમાં ડિપ્લોમા
અરજી પ્રક્રિયા:
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વિભાગનીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
- હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
લીક:
સુચના | અહીં ક્લિક કરો |
વેબસાઇટ | અહીં ક્લિક કરો |