---Advertisement---

Gujarat Rain: 22 થી 26 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain
---Advertisement---

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદ ખાબકતા નદી-નાળા છલકાયા છે. કેટલીક નદીઓમાં તો પૂરની પણ સ્થિતિ સર્જાઈ હતી. આવામાં હવામાન વિભાગે 22થી 26 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કેટલાક જિલ્લામાં અત્યંત ભારે, તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની વકી છે. નોંધનીય છે કે, ચોમાસાની અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ રાજ્યના દક્ષિણ તથા સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ ઉપરાંત 30-40 કિલોમીટર પ્રતિકલાકની પવનની ગતિ સાથે વરસાદ થવાની સંભવાનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે અને મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહે છે. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહે છે. જેના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે આજે શહેરમાં દિવસભર વાદળછાયું હવામાન સર્જાયુ હતુ અને વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ છવાયેલો રહ્યો હતો. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદ પડ્યા છે, પરંતુ હજુ સુધી ગરમી-ઉકળાટમાં કોઈ રાહત મળી નથી. ગરમી અને બફારાની સ્થિતિ 30 જૂન સુધી યથાવત રહે તેવી શક્યતાઓ છે.

આ પણ ખાસ વાંચો: RRB ભરતી 2025: ITI અને કોલેજ પાસ ઉમેદવારો માટે રેલવેમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક

હવામાન વિભાગ દ્વારા આજે, રવિવાર, 22 જૂનના રોજ, રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમાં કેટલાક જિલ્લાઓ માટે ગાજવીજ સાથે અતિભારે વરસાદની ચેતવણી રૂપે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં તંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે

ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ થયેલા આ ભારે વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે, જોકે નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે વસતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે નાગરિકોને પણ વરસાદ દરમિયાન સલામત રહેવા અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા અનુરોધ કર્યો છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment