---Advertisement---

Iran Earthquack news: ઈઝરાયલે સામે યુદ્ધ વચ્ચે મધ્ય ઈરાનમાં 5.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોમાં ડર ફેલાયો

Iran Earthquack news
---Advertisement---

Iran Earthquack news: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઈઝરાયલ પર જોરદાર રીતે મિસાઈલોના એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત ઈરાનના મહત્ત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે. મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂનની રાતે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો. જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી. 

સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી 36 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો. યુરોપતિન ભૂમધ્યસાગર સિસ્મોલોજી સેન્ટર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટી કરી હતી. તેનું કેન્દ્ર જમીનથી 35 કિ.મી. ઊંડે હોવાનું જણાવાયું હતું. 

યૂરોપિયન-મેડિટેરિયન સેસ્મોલોજિકલ સેન્ટર (EMSC) તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ઇરાનમાં આવેલો આ ભૂકંપ સેમનાનથી 35 કિલોમીટર નીચે હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના ઝટકા ઉત્તરી ઇરાનના કેટલાક ભાગમાં અનુભવાયા હતા. જોકે, તેને કારણે કોઇના ઘાયલ થવાના કે કોઇ મોટા નુકસાનની પૃષ્ટી થઇ નથી. ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે ઇરાન-ઇઝરાયેલ સાથે સંઘર્ષ વધી રહ્યો છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment