અંબાલાલ પટેલની આગાહી ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ: ગુજરાતમાં ભારે વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી કરમાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, બે દિવસ પછી અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
ગુજરાતમાં બે દિવસથી ભારે વરસાદ બાદ, એવું લાગે છે કે વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે. ત્યારે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદ અંગેની આગાહી બહાર આવી છે.
અંબાલાલ પટેલે ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે
અંબાલાલ પટેલે આજે કરેલી આગાહી મુજબ, ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ સાથે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે.
વડોદરા, મહિસાગર, પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
નદીઓમાં પૂરની સંભાવના
24થી 30જૂન દરમિયાન બંગાળના ખાડીમાં એક નીચા દબાણનો માહોલ સર્જાશે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની સંભાવના છે.