---Advertisement---

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast
---Advertisement---

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, ત્યારે વીજળી પડવાથી, વાવાઝોડાનાં કારણે તથા અન્ય કેટલાંક કારણોથી રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 18 જેટલા નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની 12 ટીમ વિવિધ જિલ્લામાં જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની ટીમ 20 જિલ્લામાં ઉતારવામાં આવી છે. આ દરમિયાન બુધવારે અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે.

આજે બુધવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધીની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં ત્રણ જિલ્લામાં રેડ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. આવામાં હવામાન વિભાગની ‘નાઉ કાસ્ટ’ આગાહી સામે આવી છે. જેમાં આજે બુધવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધીની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં ત્રણ જિલ્લામાં રેડ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, બુધવારે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના 3 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદ સાથે મધ્યમ થંડર સ્ટ્રોમ સાથે 41થી 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ઓરેન્જ એલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment