---Advertisement---

Gujarat Cyclone Tracker LIVE Updates: અરબી સમુદ્રમાં 12 કલાકમાં લો પ્રેશર એરિયા બની શકે,ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી માહોલ

Gujarat Cyclone Tracker
---Advertisement---

Gujarat Cyclone Tracker LIVE Updates: લો લેવલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ સાથે વાવાઝોડાની ગતિવિધિ જોવા મળી રહી છે.

Gujarat Cyclone Tracker LIVE Updates: પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જે આગામી 12 કલાકમાં લો પ્રેશર એરિયામાં અને ત્યારબાદ 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા જણાઈ રહી છે. જેના પગલે વાવાઝોડાનો સંભવિત ખતરો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયાઇ વિસ્તારમાં વરસાદી માહોલ છે.

આગામી 12 કલાકમાં લૉ-પ્રેશર બનવાની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર, ઉત્તર કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન (Upper Air Cyclonic Circulation) આજે સવારે એટલે કે 21 મે 2025ના રોજ સક્રિય થયું છે અને આગામી 12 કલાકમાં આ એર સાઇક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર એરિયા (Low-Pressure Area)માં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા છે. લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયા બાદ આગામી 36 કલાકમાં તે ઉત્તર દિશામાં આગળ વધશે અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. જેના પગલે વાવાઝોડું આવવાની શક્યતા જણાઇ રહી છે.

ભારે વરસાદ પડે તે પ્રકારનું વાદળછાયું વાતવરણ સર્જાયું
ગુજરાતમાં આજે સવારથી દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર પંથકમાં ભારે પવન સાથે હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના વાતાવરણમાં અચાનક જે પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં તેનું કારણ દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારા નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય બનેલું લો લેવલ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ સક્રિય થવાથી પૂર્વ મધ્ય અરબી સમુદ્ર, દક્ષિણ કોકણ, ગોવા, કર્ણાટકમાં વાદળો છવાયા છે અને ભારે વરસાદ પડે તે પ્રકારે વાદળછાયું વાતવરણ સર્જાયું છે. વાદળોનું જે લઘુત્તમ તાપમાન CTT (ક્લાઉડ ટોપ ટેમ્પરેચર) માઈનસ 60-70 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે ભારે વરસાદ થવાની શક્યતા સૂચવી રહ્યું છે.

લો લેવલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય
દક્ષિણ મહારાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના પગલે પૂર્વ લદ્દાખ, ઉત્તરાખંડ, ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ, નેપાળ, તિબેટ અને અડીને આવેલા ચીન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છૂટાછવાયા વાદળો છવાયા છે. ઉત્તરાખંડ, ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તેલંગાણા, રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને લક્ષદ્વીપ ટાપુઓ ઉપર મધ્યમથી ભારે વરસાદ સાથે વાવાઝોડાની ગતિવિધિ જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં વાદળોનું લઘુત્તમ CTT માઈનસ 50-70 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment