---Advertisement---

Gujarat Weather News: હવામાન નિષ્ણાંતોની કડાકા-ભડાકા સાથેની વરસાદની આગાહી, ગુજરાતમાં કેટલાક ભાગોમાં જળમગ્ન થશે

Gujarat Weather News
---Advertisement---

Gujarat Weather News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં સર્જાનાર વાવાઝોડાને લઈ મોટી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં ખતરનાક વાવાઝોડું બની શકે છ

Gujarat Weather News: સૌરાષ્ટ્રના જૂનાગઢ,અમરેલી,અને ભાવનગર ભારે વરસાદ પડી શકે છે, 24 મે થી 30 મેં સુધી રાજ્યમાં ગાજવીજ અને આંધી સાથે વરસાદ રહેશે વેરાવળ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાર વરસાદ થઈ શકે છે.વાવાઝોડાની કચ્છ તરફ અસર થવાની શક્યતા રહેશે. લો-પ્રેશરના કારણે વાવાઝોડું બની શકે છે. બંગાળના ઉપસાગરમાં 28 મે આસપાસ વાવાઝોડું બનશે. અંદમાન, નિકોબાર ટાપુ પર ભારે વરસાદ પડી શકે છે. 28 મે કેરળના દરિયા કાંઠે વરસાદ પહોંચશે. ગુજરાત સત્તાવાર ચોમાસુ વાવાઝોડું ખલેલ ના પહોંચાડે તો 15 જૂન નિયમ સમયે આવી શકે છે. ખેડૂતોએ સમજી વિચારીને વાવેતર કરવું જોઈ

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ (Monsoon) પહોંચે તે પહેલાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon activity) થવાની શક્યતાઓ છે અત્યારે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ વધુ મજબૂત પણ બનશે અને તે સિસ્ટમ ડિપ્રેશન (Depresson) અથવા વાવાઝોડા (Cyclone) સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે અરબ સાગર સંપૂર્ણ સક્રિય છે.

આ પણ ખાસ વાચો : GCERT પાઠયપુસ્તકો PDF 2025 ધોરણ 1 થી 12

જેથી 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક અઠવાડિયા સુધી ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે,એમ હવામાન નિષ્ણાત જણાવ્યું હતું. 21 મેના રોજ અરબી સમુદ્રમાં રચાયેલી ઉપરી હવા ચક્રવાતી પરિભ્રમણ પ્રણાલી 22 મેના રોજ ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ શકે છે. આ પ્રણાલી સક્રિય થવા માટે બધા પરિબળો અનુકૂળ છે અને તે ચક્રવાતમાં પણ ફેરવાઈ શકે છે.

આગામી 10 દિવસની આગાહી મુજબ, આ પ્રણાલી 24 મેના રોજ મુંબઈ નજીકથી પસાર થઈ શકે છે અને 25 મેના રોજ ગીરસોમનાથ અને પોરબંદર પરથી પસાર થઈ શકે છે. આ પ્રણાલીની અસર 26 અને 27 મેના રોજ ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસાદ પડશે. ખેડૂતોએ પાકને ખુલ્લામાં ન મૂકવાની ચેતવણી આપવામાં આવી છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment